હાઈ વેલ્યુએશનવાળા માર્કેટમાં આ મિડકેપ- સ્મોલકેપ આપી શકે છે 31 ટકા સુધીનું રિટર્ન

PC: thequint.com

શેર બજારમાં જે રેલી ગયા વર્ષે શરૂ થઇ હતી, તે હજુ પણ ચાલી રહી છે. નિફ્ટી જ્યાં 14500ને પાર કરી નિકળી ગયું છે, તો સેંસેક્સ પણ 50 હજારની તરફ વધી રહ્યું છે. ગયા વર્ષે માર્ચના લૉથી સેંસેક્સમાં 25 હજારથી વધારે અંકોની તેજી આવી છે. એવામાં બજારનું વેલ્યુએશન હવે વધારે લાગી રહ્યું છે. એક્સપર્ટ પણ માની રહ્યા છે કે બજાર ઓવરબોટની સ્થિતિમાં છે અને એક પણ નેગેટિવ ટ્રિગરથી બજારમાં કરેક્શન આવી શકે છે. એવામાં રોકાણકારો પણ બજારમાં નવા રોકાણને લઇ એલર્ટ રહેવા અને ક્વોલિટી શેરોમાં જ પૈસા રોકવાની સલાહ આપી રહ્યા છે. હાઈ વેલ્યુએશનવાળા બજારમાં એવા 4 મિડકેપ અને સ્મોલકેપ શેરોની પસંદગી કરી છે, જેની કિંમત 100 રૂપિયાથી પણ ઓછી છે.

કર્ણાટકા બેંકઃ

મેંગલોર બેઝ્ડ કર્ણાટકા બેંક પ્રાઈવેટ સેક્ટમાં એ ક્લાસ શિડ્યૂલ બેંક છે. બેંકની પાસે દેશભરમાં 862 બ્રાંચ અને 1026 એટીઅમ દ્વારા મજબૂત નેટવર્ક છે. કંપનીની પહોંચ 22 રાજ્યોમાં છે. બ્રોકરેજ હાઉસ આનંદ રાઠી બેંકમાં રોકાણ કરવાની સલાહ આપતા 85 રૂપિયાનું લક્ષ્ય રાખે છે. હાલની પ્રાઈઝ 65 રૂપિયાને ધ્યાનમાં લેતા શેરમાં 31 ટકાનું રિટર્ન મળી શકે છે. બેંકની એસેટ ક્વોલિટીમાં સુધારો જોવા મળી રહ્યો છે. મોટાભાગની એનપીએને ઓળખી લેવામાં આવી છે. બ્રોકરેજનું અનુમાન છે કે નાણાકીય વર્ષ 2022માં અર્નિંગમાં સુધારો થશે. શેરનું વેલ્યુએશન આકર્ષક છે, એવામાં મોજૂદ લેવલથી ખરીદારી કરી શકાય છે.

અરવિંદ લિમિટેડ

અરવિંદ લિમિટેડ ભારતની ટેક્સ ટાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની છે, કંપનીનું હેડક્વાર્ટર નરોદા, ગુજરાત છે. કંપની કોટન શર્ટિંગ, ડેનિમ, નીટ્સ અને બોટમવેટ ફેબ્રિક્સ બનાવે છે. બ્રોકરેજ હાઉસ શેરખાને અરવિંદ લિમિટેડમાં 68 રૂપિયાના લક્ષ્યની સાથે રોકાણ કરવાની સલાહ આપી છે. શેરની કરંટ પ્રાઈઝ 53 રૂપિયા છે. એવામાં મોજૂદ ભાવથી શેરમાં 28 ટકા રિટર્ન મળી શકે છે.

જેએમસી પ્રોજેક્ટ ઈન્ડિયા

JMC પ્રોજેક્ટ લિમિટેડ ભારતની લીડિંગ EPC કંસ્ટ્રક્શન એન્ડ ઈંફ્રાસ્ટ્રક્ચર કંપની છે. કંપનીની પહોંચ ઘણાં દેશો સુધી છે. કંપનીની પાસે 3000થી વધારે પ્રોફેશનલ વર્કફોર્સ છે. કંપની નવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે. કંપનીનો કસ્ટમર બેઝ પણ મજબૂત છે. બ્રોકરેજ હાઉસ શેરખાને કંપનીના સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ આપતા 83 રૂપિયાનું લક્ષ્ય નક્કી કર્યું છે. કરંટ પ્રાઈઝ 70 રૂપિયાના હિસાબે તેમાં 19 ટકા રિટર્ન મળી શકે છે.

મિંડા કોર્પ

મિંડા કોર્પના શેરમાં બ્રોકરેજ હાઉસ ICICI ડાયરેક્ટમાં રોકાણ કરવાની સલાહ આપતા 105 રૂપિયાનું લક્ષ્ય રાખ્યું છે. શેરની કરંટ પ્રાઈઝ 89 રૂપિયા છે. જેના હિસાબે શેરમાં 18 ટકા રિટર્ન મળી શકે છે. ઓટો સેક્ટરમાં ખાસ કરીને ટુવ્હીલરમાં રિકવરી થવાથી મિંડા મોટું વિનર સાબિત થશે. આવનારા દિવસોમાં સારા ચોમાસાના કારણે રૂરલ ડિમાન્ડ મજબૂત રહેવાની આશા છે. કંપનીનો રેવેન્યૂ ખાસ કરીને બજાજ, હીરો અને ટીવીએસથી આવે છે.

નોંધ- અમે અહીં સલાહ બ્રોકરેજ હાઉસની રિપોર્ટના આધારે આપી છે. બજારમાં જોખમ હોય છે, માટે રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp