પોસ્ટ ઓફિસની આ સ્કીમો બેંક કરતા વધુ વ્યાજ આપે છે

PC: moneycontrol.com

ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને દરેક લોકો બચત કરે જ છે, તેમ છતાં મોટા ભાગના લોકો બેંકના બચત ખાતાને જ સારું અને સુરક્ષિત રોકાણ માને છે પરંતુ ખૂબ જ ઓછા લોકોને જાણકારી હોય છે કે પોસ્ટ ઓફિસમાં પણ એવી સ્કીમ ચાલતી હોય છે, જે બચતખાતા કરતાં પણ વધુ વ્યાજ આપે છે.

પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ

માત્ર 20 રૂપિયામાં આ અકાઉન્ટ ખોલી શકાય છે. આ અકાઉન્ટ માત્ર કેશ દ્વારા ખોલી શકાય છે. જો આ ખાતુ 500 રૂપિયાથી ખોલવામાં આવે તો ખાતા પર ચેક અને ATMની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે પરંતુ તેમાં ઓછામાં ઓછુ 500 રૂપિયા બેલેન્સ રાખવું પડશે. આ ખાતું ખોલ્યા બાદ કોઈને પણ નોમિની બનાવી શકાય છે. આ ખાતાને એક પોસ્ટ ઓફિસથી બીજા પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર પણ કરાવી શકાય છે. પરંતુ આ ખાતામાં ત્રણ વર્ષમાં જમા કે ઉપાડની ઓછામાં ઓછી એક એન્ટ્રી હોવી જરૂરી છે અને જમા રકમ પર 4 ટકા વ્યાજ પણ મળે છે.

પાંચ વર્ષનું જમા ખાતું

આ ખાતાને ચેક કે કેશના માધ્યમથી ખોલાવી શકો છો. આ ખાતામાં તમે કોઈને પણ નોમિની બનાવી શકો છો. આ ખાતામાં જમા રકમ પર 6.9 ટકાનુ વ્યાજ મળે છે. આ યોજનામાં એક વર્ષ પછી 50 ટકા રકમ ઉપાડી શકાય છે.

પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝીટ અકાઉન્ટ

આ ખાતામાં જમા રકમ પર વ્યાજ વર્ષના આધાર પર આપવામાં આવે છે, પરંતુ તેની ગણના ત્રણ મહિનાના આધાર પર કરવામાં આવે છે અને રકમ જમા કરવાની કોઈ લિમિટ નથી હોતી. આ ખાતાને એક પોસ્ટ ઓફિસથી બીજા પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર પણ કરાવી શકાય છે પરંતુ વ્યાજદરો ઓછા હોય છે.

પોસ્ટ ઓફિસ માસિક માસિક બચત આવક

આ ખાતાને ચેક કે કેશના માધ્યમથી ખોલાવી શકો છો. આ ખાતામાં તમે કોઈને પણ નોમિની બનાવી શકો છો. આ ખાતાને એક પોસ્ટ ઓફિસથી બીજા પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર પણ કરાવી શકાય છે. આ ખાતામાં જમા રકમ પર 7.3 ટકાનું વ્યાજ મળે છે.

વરિષ્ઠ નાગરિક બચત ખાતુ

60 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ અકાઉન્ટ ખોલી શકે છે. 55થી 60 વર્ષની વચ્ચેની ઉંમરમાં રિટાયર થનાર વ્યક્તિ રિટાયર થવાના ત્રણ મહિના પહેલા આ ખાતુ ખોલાવી શકે છે. આ ખાતુ ઓછામાં ઓછા 1000 રૂપિયા બેલેન્સમાં ખૂલી જશે અને વધુમાં વધુ 15 લાખ રાખી શકાય છે, જેના પર 8.3 ટકાનુ વ્યાજ મળે છે. આ ખાતાની મેચ્યોરિટી સમય 5 વર્ષનો હોય છે. જોઇન્ટ ખાતાના રૂપે ખોલી શકાય છે. આ ખાતામાં તમે કોઈને પણ નોમિની બનાવી શકો છો. આ ખાતાને એક પોસ્ટ ઓફિસથી બીજા પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર પણ કરાવી શકાય છે. તેનું વ્યાજ વર્ષે 10,000થી વધુ હોય તો TDS કપાશે.

15 વર્ષીય પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ

આ ખાતુ માત્ર 100 રૂપિયામાં ખોલાવી શકાય છે. ખાતાધારકોએ આ ખાતામાં વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 500 અને વધુમાં વધુ 1.50 લાખ જમા કરી શકાય છે. આ ખાતાનો મેચ્યોરિટી સમય 15 વર્ષનો હોય છે. જોઇન્ટ ખાતાના રૂપે ખોલી શકાય છે. આ ખાતામાં તમે કોઈને પણ નોમિની બનાવી શકો છો. એક વર્ષમાં વધુમાં વધુ એક લાખ રૂપિયા સુધી રોકાણ પર ટેક્ષ રિફંડ મળે છે. આ ખાતામાં જમા રકમ પર 7.6 ટકાનું વ્યાજ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp