મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા જાણી લો આ વાત, નહીં તો...

PC: hindi.news18.com

જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકવા માંગતા હો તો કોઈપણ સ્કીમને પસંદ કરતા પહેલા તમારે થોડી વાતોનું ધ્યાન રાખવુ જોઈએ. તેમાં પણ સૌથી વધુ ખાસ એક્સપેન્સ રેશિયો હોય છે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, જો તમે મ્યુચ્યુઅલ ફંડની બે સ્કીમની વચ્ચે સરખામણી પણ કરી રહ્યા છે, ત્યારે પણ તમારે તેની સાથે જોડાયેલા ખર્ચા (એક્સપેન્સ રેશિયો) અંગે જાણવું જોઈએ, ત્યારે જ તમે પોતાના માટે યોગ્ય ફંડની પસંદગી કરી શકશો. તો તમને પણ જાણી લો તેની સાથે સંકળાયેલી કેટલીક બાબતોઃ

એક્સપેન્સ રેશિયો અને નફા પર તેની અસર

મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન પર એક્સપેન્સ રેશિયોની શું અસર પડે છે. એક્સપેન્સ રેશિયો વાસ્તવમાં એ દર્શાવે છે કે, તમારા નિવેશ પોર્ટફોલિયો માટે મ્યુચ્યુઅલ ફંડ પ્રબંધન તમારી પાસેથી કેટલી ફી લઈ રહ્યા છે. સરળ શબ્દોમાં કહીએ તો, તમે કોઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં 10000 રૂપિયા રોક્યા છે. પરંતુ આ ફંડનો એક્સપેન્સ રેશિયો 2 ટકા છે, તો તેનો મતલબ એ થયો કે આ રકમના પ્રબંધન માટે તમારે 200 રૂપિયા ફી ચુકવવી પડશે. આમ, જેમ એક્સપેન્સ રેશિયો વધુ તેમ તમારો નફો ઘટતો જશે.

આવી રીતે શોધો એક્સપેન્સ રેશિયા

આ એ રેશિયો છે, જે મ્યુચ્યુઅલ ફંડના પ્રબંધન (મેનેજમેન્ટ) પર આવનારા ખર્ચને પ્રતિ યુનિટના રૂપિમાં દર્શાવે છે. કોઈ મ્યુચ્યુઅલ ફંડનો એક્સપેન્સ રેશિયો કાઢવા માટે તેની કુલ સંપત્તિ (AUM)માં કુલ ખર્ચ વડે ભાગાકાર કરવામાં આવે છે.

કયા ખર્ચાઓ તેમાં સામેલ છે

મ્યુચ્યુઅલ ફંડ હાઉસ (એસેટ મેનેજમેન્ટ કંપની એટલે AMC)ના ઘણા ખર્ચાઓ એક્સપેન્સ રેશિયોમાં સામેલ કરવામાં આવે છે. ફંડ હાઉસની પાસે ટ્રેઇન્ડ લોકોની ટીમ હોય છે. આ જ ટીમ માર્કેટ અને કંપનીઓ પર નજર રાખે છે. આ ટીમ કોઈ સેરની ખરીદી અથવા વેચાણનો નિર્ણય લેવામાં મદદ કરે છે. આ ઉપરાંત. ફંડ ચલાવનારી કંપની ટ્રાન્સફર અને રજિસ્ટ્રાર સંબંધિત ખર્ચા, કસ્ટોડિયન, કાયદાકીય તેમજ ઓડિટના ખર્ચા, સ્કીમનું માર્કેટિંગ અને તેના વિતરણનો ખર્ચો ઉઠાવે છે. આ તમામ ખર્ચાઓ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ ખરીદનારા ગ્રાહક પાસેથી લેવામાં આવે છે. કોઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની NAV (નેટ એસેટ વેલ્યૂ) આ પ્રકારના ખર્ચાઓને ઘટાડ્યા બાદ કાઢવામાં આવેલી વેલ્યૂ છે.

કોણ નક્કી કરે છે આ ખર્ચા

શેર બજારની દેખરેખ કરનારા રેગ્યુલેટર SEBI આ રેશિયોની સમીક્ષા કરતા રહે છે. SEBIએ હવે એક્સપેન્સ રેશિયોની મર્યાદા નક્કી કરી દીધી છે. ઓપન એન્ડેડ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં AUM પ્રમાણે SEBIએ એક્સપેન્સ રેશિયોની મર્યાદા નક્કી કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp