એક્સ્ટ્રા સેલેરી અને 10 લાખનું ઈનામ,આ કંપનીના CEOએ કર્મચારીને આપી ફિટનેસ ચેલેન્જ

PC: livemint.com

ઓનલાઈન બ્રોકિંગ કંપની ઝીરોધાના સહ-સંસ્થાપક અને CEO નિતિન કામથે પોતાની કંપનીના કર્મચારીઓ માટે એક નવી પહેલ શરૂ કરી છે. નિતિન કામથની આ નવી પહેલ હેલ્થ સાથે સંકળાયેલી છે. તેણે પોતાના કર્મચારીઓને તેમની ફિટનેસ માટે રોજના ગોલ સેટ કરવા માટે કહ્યું છે. તેમણે કહ્યું છે કે જે કર્મચારી પોતાના ફિટનેસના લક્ષ્યને હાંસલ કરી લેશે તેને બોનસા રૂપમાં એક મહિનાની સેલરી આપવામાં આવશે.

નિતિન કામથે પોતાના કર્મચારીઓને ફિટનેસને લઈને ચેલેન્જ આપી છે. કામથે ફિટનેસ ટ્રેકર પર પોતાના કર્મચારીઓને રોજનો એક લક્ષ્ય નિર્ધારિત કરવાની ચેલેન્જ આપી છે. કામથે એક LinkedIn પોસ્ટમાં કહ્યું છે કે અમારામાંથી મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરે છે. બેસવા અને સ્મોકિંગની આદત સતત વધી રહી છે. આથી અમે અમારી ટીમને એક્ટિવ કરવા માટે કંઈક કરી રહ્યા છીએ. ફિટનેસ ટ્રેકરનો ઉપયોગ કરનારા લોકોને જોવા રસપ્રદ રહેશે.

કામથના કહેવા પ્રમાણે, એક મહિનાની બોનસ સેલરી મેળવવા માટે કર્મચારીઓ પોતાના રોજના ફિટનેસ લક્ષ્યના 90 ટકા હાંસલ કરવા પડશે. સાથે જ 10 લાખ રૂપિયાનું એક લકી ડ્રો પણ રાખવામાં આવ્યું છે. કામથે પોતાની પોસ્ટમાં કહ્યું છે, ઝીરોધામાં અમારી નવી ચેલેન્જ ફિટનેસ ટ્રેકર્સ પર રોજનો ટાર્ગેટ સેટ કરવાનો છે. એક વર્ષ સુધી જે કર્મચારી રોજ પોતાના લક્ષ્યના 90 ટકા પણ હાંસલ કરવામાં સફળ રહેશે, તેને એક મહિનાની સેલરી બોનસના રૂપમાં આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે આ એક ઓપ્શનલ પ્રોગ્રામ છે અને રોજની ઓછામાં ઓછી 350 એક્ટિવ કેલરી પણ બર્ન કરવી પડશે. કામથે એક ફિટનેસ એપનો સ્ક્રીનશોટ શેર કરતા પોતાનો પર્સનલ અનુભવ પણ શેર કર્યો છે.

તેમણે કહ્યું હતું કે કોરોના દરમિયાન મારું વજન વધી ગયું હતું. મેં મારા માટે ફિટનેસ ગોલ્સ બનાવ્યા અને વજન ઓછું કર્યું. હેલ્ધી ખાવાનાને લઈને પણ કર્મચારીઓએ જાગૃત રહેવું જોઈએ. જોકે આ પહેલી વખત નથી જ્યારે ઝીરોધાના કો-ફાઉન્ડર અને CEO કામથે પોતાની કંપનીના કર્મચારીઓને ફિટનેસ ચેલેન્જ આપી છે. કામથ ભાઈઓએ 2010માં ઝીરોધાની સ્થાપના કરી હતી. ઝીરોધા એક ફાયનાન્સિયલ સર્વિસ કંપની છે. આ શેર માર્કેટમાં સ્ટોકની ખરીદી-વેચાણ કરે છે અને મ્યુચ્યલ ફંડમાં ટ્રાન્ઝેક્શન માટે એક પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવે છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp