2 વર્ષમાં 400 ટકા રિટર્ન, માલામાલ કરી રહેલા દામાણીના આ છે પસંદગીના શેર

PC: business-standard.com

ઈન્ડિયન પ્રિમીયર લીગની હાલની સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ દ્વારા સારું પ્રદર્શન કરવામાં આવ્યું ન હતું. પરંતુ નોન-લીસ્ટેડ માર્કેટમાં આ શેર પોતાની જમીન વેચવામાં સફળ રહ્યો છે. વિશ્લેશકોનું માનવું છે કે આ શેર બે કારણોને લીધે મજબૂત બન્યો છે. પહેલો, ખબર આવી છે કે IPLમાં નવી ટીમને જોડવામાં આવી શકે છે, જેનાથી મેચોની સંખ્યા વધશે અને ટીમની રેવન્યુ પણ વધશે. બીજું દિગ્ગજ રોકાણકાર રાધાકિશન દામાણી આ નોન-લીસ્ટેડ કંપનીમાં સતત પોતાનો હિસ્સો ખરીદી રહ્યા છે. 31 માર્ચ 2019ના રોજા દામાણીએ CSKમાં 2.39 ટકા ભાગ હતો, જે 31 માર્ચ 2020 સુધી 55 આંકજ વધીને 2.94 ટકા થયો છે.

નોન-લીસ્ટેડ માર્કેટમાં બે ડીલર્સે પોતાનું નામ ન જાહેર કરવાની શરત પર ઈટી માર્કેટ્સને કહ્યું હતું કે, દામાણી સતત આ સ્પોર્ટ્સ કંપનીના શેર ખરીદી રહ્યા છે, જેની અસર આગામી વાર્ષિક રિપોર્ટમાં જોવા મળશે. સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થનારી કંપનીઓની જેમ નોન-લીસ્ટેડ કંપનીઓ દર ત્રણ મહિને પોતાના શેરધારકોની લીસ્ટ જાહેર કરતું નથી. ભારતીય જીવન વીમા નિગમની આ કંપનીમાં 6.04 ટકાની ભાગીદારી છે.

એમએસ ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ત્રણ વખત IPLની વિજેતા રહી ચૂકી છે. શેરના અનલિસ્ટેડ માર્કેટમાં પણ તે ચેમ્પિયન શેર બનીને ઉભરી રહ્યું છે. આ શેરના કિંમતમાં ગયા બે વર્ષોમાં 400 ટકા સુધીની છલાંગ મારતા 12-15 રૂપિયાથી 48-50 રૂપિયા સુધીનો સ્તર હાંસલ કર્યો છે. ઓફ-માર્કેટમાં ડીલરોનો આ શેર પણ ઘણો વિશ્વાસ છે. તેમનું માનવું છે કે આઈપીએલની આગામી હરાજી પહેલા આ શેર અત્યારના શેર પહેલા બેગણો થવાની આશા છે. નોન-લીસ્ટેડ શેરની કંપની ઓલ્ટીયસ ઈન્વેસ્ટેકની CEO સંદીપ ગોરડિયાએ કહ્યું છે કે, કંપની હાલમાં ઘણી મજબૂત છે. વેલ્યુએશન ઘણી જોવા મળે છે. IPLના ખરાબ સીઝન અને આર્થિક સંકટ છત્તાં કંપનીના શેરની કિંમતમાં વધારો થયો છે. IPLની નવી ટીમ ઉમરવાની ચર્ચા છે. જેની વેલ્યુ ઘણી વધારે લગાવવામાં આવી રહી છે. જો આ ટીમ IPLમાં જોડાશે તો ન માત્ર મેચની સંખ્યા વધશે પરંતુ કંપનીઓની રેવન્યુમાં પણ વધારો. માર્કેટની વાત માનીએ તો IPLની નવી ટીમની વેલ્યુ 3000-3500 કરોડ રૂપિયાની રહેશે. હાલના ભાવને આધારે CSK માત્ર અડધી કિંમતે ઉપલબ્ધ છે.  

ગિનોડિયાએ કહ્યું છે કે CSKનો લીસ્ટેડ અથવા નોન-લીસ્ટેડ માર્કેટમાં કોઈ પ્રતિદ્વંધી નથી. શેર માર્કેટમાં કારોબાર કરનારી આ એકમાત્ર સ્પોર્ટ્સ ફ્રેન્ચાઈઝી છે. તેવામાં તેની સાચી વેલ્યુની તપાસ કરવી મુશ્કેલ છે. ટૈમ એડેક્સના રિપોર્ટ પ્રમાણે, IPLના આ સીઝન દરમિયાન વિજ્ઞાપનો અને બ્રાન્ડની સંખ્યા ક્રમશઃ 5 ટકા અને 3 ટકા વધી છે. આ સીઝન 92 શ્રેણીઓ સાથે 115 એડવર્ટાઈઝર અને 240 બ્રાન્ડ જોડાઈ હતી. IPLની 13મી સિઝને એડ રેવન્યુ અને યુઝર્સના જૂના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. અલ્ટીમેટ વેલ્થઆઉલના પાર્ટનર અભિષેક ચતુર્વેદીએ કહ્યું છે કે મહામારી દરમિયાન IPLની સફળતા ફ્રેન્ચાઈઝી માટે ઘણી સારી ખબર છે. તેમણે કહ્યું છે કે IPLની આગામી સિઝન એપ્રિલ-મેમાં થશે અને ટૂંક સમયમાં જ ટીમના ઓક્શન થવાના અણસાર લાગી રહ્યા છે. તેવામાં શેર સારું પ્રદર્શન કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp