આ એન્ટરપ્રેન્યોરે કરોડો રૂપિયાની ઓફર નકારી, બધા જજ હેરાન રહી ગયા

PC: twitter.com

બિઝનેસ રિયાલિટી શો શાર્ક ટેન્ક ઇન્ડિયા ફરીથી ધમાલ મચાવી રહ્યો છે. હાલમાં જ બીજી સીઝનની શરૂઆત થઇ ગઇ છે. તેમાં હાલમાં જ એક એપિસોડમાં ડ્રોન સ્ટાર્ટઅપ સાથે સંબંધિત ઓન્ત્રોપ્રેનિયોરે એન્ટ્રી મારી હતી. તેમાં કોલેજના વિદ્યાર્થીઓ શામેલ છે. જેમાં એક છોકરી અને 2 છોકરાઓ છે. તેમનું નામ ઓશી કુમાર, અર્થ ચૌધરી અને દેયવંત ભરદ્વાજ કોલેજના વિદ્યાર્થી છે. તેમણે પોતાના સ્ટાર્ટઅપમાં 4 ટકાની હિસ્સેદારીના બદલામાં 75 લાખ રૂપિયાની માગ કરી હતી.

જ્યારે જજ અનુપમ મિત્તલે તેમના કોલેજ બેકગ્રાઉન્ડ વિશે જાણકારી માગી, તો ઓશીએ કહ્યું કે, મેકેનિકલ એન્જિનિયરિંગનું ભણતર પુરું કર્યું છે. જ્યારે, અર્થ અને દેવ્યંત ભરદ્વાજે હાલમાં જ પોતાનું ગ્રેજ્યુએશન પુરું કર્યું છે. તે સિવાય ઓશી ભારતની પહેલી FP વુમન પાયલટ પણ છે.

ત્યાર બાદ શાર્કે ડ્રોન ઉડાવવાની કોશિશ કરી અને તેની કિંમત પુછી. પછી એ ત્રણેએ પોતાના કારોબારના પ્લાન, તેમનું વેચાણ, નફાની વાતચીત કરી. આ બધી વાતોને સમજ્યા બાદ અનુપમ મિત્તલ પહેલા જજ હતા કે, જે ત્રણેના તર્કથી દૂર થતા નજરે પડ્યા. તેમનું માનવું છે કે, આ સેક્ટરમાં બજારમાં તમામ મોટી કંપનીઓ છે. એવામાં આ સ્ટાર્ટઅપને બીજી કંપનીઓ સાથે લડવું મુશ્કેલ હશે. જ્યારે, બીજા જજ અમિતે આ સ્ટાર્ટઅપના વેચાણ અ માર્કેટિંગ રણનીતિ પર વાતચીત કરી. જ્યારે, પિયુષ બંસલ અને અમન ગુપ્તાએ મળીને 50 લાખ રૂપિયાની ઓફર આપી. તેમાંથી 20 ટકા રોકાણ ઇક્વિટી દ્વારા અને 25 લાખ રૂપિયા વગર કોઇ ઇન્ટરેસ્ટની લોનનો પ્રસ્તાવ મૂક્યો.

આ દરમિયાન અમિત અને અમન વચ્ચે થોડી બોલાચાલી નજરે પડી. જોકે, આ બોલચાલને અનુપમે શાંત કરાવી. જ્યારે, નમિતા થાપર અને અમિત જૈને વગર કોઇ લોન 75 લાખ રૂપિયાની ઓફર આપી. તેની સાથે 15 ટકાની ઇક્વિટીની માગ કરી. આ વેલ્યુએશન પહેલાની ડીલ કરતા બે ગણી હતી. આ ત્રણેએ પોતાની કાઉન્ટર ઓફર રજૂ કરી. જેમાં ચારે શાર્કની હિસ્સેદારી 5 ટકા રાખવાનો પ્રસ્તાવ હતો. શાર્ક 15 ટકા ઇક્વિટી પર સંમત થયા અને ડીલ ફાઇનલ થઇ ગઇ.

ત્રીજી પિચ ફૂડ પ્રોડક્ટ બ્રાન્ડની છે. જે ડાયાબિટિક લોકોને ધ્યાનમાં રાખીને પોતાની પ્રોડક્ટ બનાવે છે. તેમની પ્રોડક્ટની ખાસ વાત એ છે કે, ડાયાબિટિક લોકોને તે કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેના ફાઉન્ડર લોકેન્દ્ર અને નિશૂ છે.

આ બન્નેનું કહેવું છે કે, અમે ચાહીએ છીએ કે, ડાયાબિટીઝ પણ ભારતથી પોલિયોની જેમ નાબૂદ થઇ જાય. તેમણે 1 ટકા ઇક્વિટી માટે 1.5 કરોડ રૂપિયાની માગ કરી. અનુપમ બિઝનેસ મોડલને સમજ્યા બાદ આ ડીલમાંથી બહાર થઇ જાય છે.

ત્યાર બાદ જજ પિયુષ, અમન, અમિત અને નમિતા થાપરે 20 ટકા ઇક્વિટી માટે 1.5 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મૂક્યો. જેને લોકેન્દ્રએ ખારિજ કરી નાખી અને કહ્યું કે, કંપનીનું વેલ્યુએશન લગભગ 100 કરોડ રૂપિયા છે. હું તેને 100 કરોડના લેવલને હાંસલ કર્યા બાદ ફરી એક વાર આવીશ. લોકેન્દ્ર 1 ટકાથી વધારે ઇક્વિટી નથી આપવા માગતા. એવામાં તેમણે દરેક શાર્કને પોતાની બુક આપીને સ્ટેજ પરથી ચાલ્યા ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp