ઇન્કમ ટેક્સ ડેઃ દેશની વસ્તી 130 કરોડ ટેક્સ ચૂકવનારા માત્ર 2 ટકા

PC: financialexpress.com

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સીસ(CBDT)ના કહેવા અનૂસાર વર્ષ 2018-2019માં દેશમાં માત્ર 1.46 કરોડ લોકોએ જ ઇન્કમ ટેક્સ ભર્યો હતો. મતલબ કે દેશની 130 કરોડની વસ્તી સામે માત્ર 2 ટકા લોકોએ આવકવેરો ભરે છે.એની સામે વિદેશ યાત્રા કરવાવાળા, મોંઘી પ્રોપર્ટી ખરદીવાવાળાની સંખ્યા વધતી જાય છે. આજે 24 જુલાઇને ઇન્કમ ટેક્સ ડે તરીકે મનાવવામાં આવે છે ત્યારે જાણીએ કે દેશમાં ટેક્સ વસૂલીની હાલત શું છે. સરકારે આ બાબતે લેટેસ્ટ આંકડા હજુ જાહેર નથી કર્યા, પરંતુ એવું લાગતું નથી કે  છેલ્લાં બે-ત્રણ વર્ષમાં કોઇ ચમત્કારિક રીતે ઇન્કમ ટેક્સ વધી ગયો હોય. CBDTના કહેવા મુજબ વર્ષ 2018-19માં માત્ર 46 લાખ ઇંડિવિઝ્યૂઅલ ટેક્સ પેયર્સે પોતાની આવક 10 લાખ રૂપિયાથી ઉપર બતાવી હતી. જયારે 1 કરોડ લોકોએ પોતાની આવક 5 લાખથી 10 લાખ રૂપિયા વચ્ચે બતાવી હતી.

આ વર્ષે કુલ 5.78 કરોડ લોકોએ ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યા હતા, જેમાંથી 1.03 કરોડ લોકો એવા હતા જેમણે તેમની આવક 2.5 લાખથી નીચે દર્શાવી છે.અંદાજે 3.29 કરોડ લોકો એવા હતા કે જેમણે તેમની આવક 2.50 લાખથી 5 લાખ રૂપિયા બતાવી છે. સરકારે 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને રિબેટ દ્રારા કરમૂક્ત કરેલી છે. કરદાતોઓને વિશેષ સુવિધા માટે અભિયાન ચલાવતા ગ્લોબલ ટેક્સ પેયર્સ ટ્ર્સ્ટના ચેરમેન મનીષ ખેમકાએ કહ્યું હતું કે આઝાદીના 74 વર્ષ પછી પણ ભારતના ડાયરેકટ ટેક્સ રેવેન્યૂમાં 98 ટકા નાગરિકોનું કોઇ યોગદાન નથી. જયારે વિકસિત દેશોમાં 50 ટકા કરતા વધારે નાગરિકો ટેક્સ ભરે છે. ખેમકાનું કહેવું છે કે શું 1.15 કરોડ કરદાતા ભારતની 130 કરોડની વસ્તીને ખભા પર બેસાડી વિકાસની દોડ લગાવી શકે છે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે એક ટીવી ચેનલના કાર્યક્રમમાં કહ્યું હતું કે આ વખતે  3 કરોડ ભારતીયોએ વિદેશ યાત્રા કરી , પરંતું 1.50 લોકો જે આવકવેરો ભર્યો. એ જ રીતે દેશમાં લકઝરી કારનું વેચાણ પણ વધી રહ્યું છે. FADAના કહેવા મુજબ જૂન 2021માં લકઝરી કારોના વેચાણમાં 167 ટકાનો વધારો થયો છે. જૂનમાં કુલ કારોના વેચાણની સંખ્યા 2.55 લાખથી વધારે રહી. નાણાંકીય વર્ષ 2020-21માં કુલ 27 લાખ કારોનું વેચાણ થયું હતું.કોરોના મહામારીના સમયગાળામાં પણ દેશમાં ઓકટોબરથી ડિસેમ્બર 2020ના ત્રિમાસિક ગાળામાં 8 મુખ્ય શહેરોમાં મકોનાનું વેચાણ બમણું થઇને 61593 થઇ ગયું હતું.

ભારતમાં ખેતીની આવકને કરમૂક્ત રાખવામાં આવી છે. દેશના કરોડો ગરીબ ખેડુતોને ધ્યાનમાં રાખીને એ યોગ્ય પણ છે. પરંતું એ ખેડુતોનું શું જેઓ મર્સિડીઝ જેવી મોંઘી કારોમાં ફરે છે. વર્ષમાં ખેતીમાંથી કરોડો રૂપિયાની આવક મેળવે છે. નીતી આયોગના એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં માત્ર 4 ટકા અમીર ખેડુતોને આવકવેરાના દાયરામાં લાવીને રૂપિયા 25 હજાર કરોડની આવક ભેગી થઇ શકે તેમ છે. કૃષિ ક્ષેત્ર હવે કાળા ધનને ધોળું કરવાનું માધ્યમ બની ગયું છે. મનીષ ખેમકાનું કહેવું છે કે ભારતમાં નાના 90 ટકા ગરીબ ખેડુતોની હાલત આજે પણ ખરાબ છે. અમીર ખેડુતો પર આવકવેરો લગાવવો જરૂરી છે. કેન્દ્ર સરકાર ગરીબ ખેડુત કલ્યાણ ફંડ બનાવીને આ પહેલ કરી શકે છે જેથી ખેતીની આડમાં કાળા ધનને સફેજ કરવાનો ખેલ અટકી શકે છે.

એવું માનવામાં આવે છે કે ભારતમાં લોકો ટેક્સ બચાવવા માટે આવક છુપાવવામાં તરેહ તરેહના જુગાડ કરે છે. આવકવેરા વિભાગ પણ લોકોને ટેક્સના દાયરામાં લાવવા માટે જુદા જુદા પ્રયાસ કરે છે. ભારતમાં એક મોટો વર્ગ આવકવેરાથી બચતો રહે છે. તાજેતરમાં કાનપુરમાં  256 લારીવાળા અને સ્ટોલસ વાળા કરોડપતિ હોવાનું બહાર આવ્યું હતું. જે લોકો કરોડોની કમાણી કરે છે, પરતું જીએસટી કે ઇન્કમ ટેક્સ ભરતા નથી તેમને હવે નોટીસ મોકલવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp