નાણામંત્રીના આરોપ પર રઘુરામ રાજને કહ્યું- હું તો મોદી સરકારમાં પણ...

PC: assettype.com

ભારતીય બેંકોને ખરાબ હાલતને લઈને નાણામંત્રી નિર્મલા સીતારમની ટીકાનો સામનો કર્યા પછી RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જવાબ આપ્યો છે. રાજને સીતારમનને યાદ અપાવતા કહ્યું કે RBI ગવર્નરના રૂપમાં તેમના વધારે કાર્યકાળ BJP સરકાર દરમ્યાન રહ્યો હતો.

રાજને કહ્યું, હું કોંગ્રેસ સરકાર સમયે માત્ર આઠ મહિના સુધી રહ્યો અને ભાજપ સરકાર દરમિયાન મેં 26 મહિના વિતાવ્યા. આમ મારા કાર્યકાળનો વધારે સમય મોદી સરકાર હેઠળ જ હતો. મને કોઈ આગળ પાછળની રાજકીય વાતોમાં પડવું નથી. વાસ્તવિકતા એ છે કે અમે એક સફાઈ કામ શરુ કર્યું હતું જે હજુ ચાલુ જ છે. દેશમાં વિમૂડીકરણ તો કરી દેવામાં આવ્યું પરંતુ નોન-બેન્કિંગ ક્ષેત્રમાં સફાઈની જરૂર છે, જો તમારે મજબુત વિકાસ જોઈએ તો તમારે આ કરવું જ પડશે.

બેંકો દ્વારા થયેલા ખરાબ રોકાણો ઓછા કરવા પર તેમણે કહ્યું કે, ઘણાં લોકો કહે છે કે અમે સફાઈનું કામ કેમ શરુ કર્યું જેમ બધાને લોન મળતી હતી તેમ જ ચાલુ રાખવામાં શું વાંધો હતો. પરંતુ હકીકત એ છે કે બેંકમાં ખરાબ લોનના કારણે NPA વધી રહ્યા હતા જેથી અર્થવ્યવસ્થાને પટરી પર લાવવા માટે તેની ખુબ જરૂર હતી જે અમે કર્યું.

કામ અધૂરું રહી ગયું છે જે પૂરું થવું જોઈએઃ

ફાઈનેન્શીયલ સિસ્ટમમાં બદલાવ લાવવા માટે જે નવી નોન બેન્કિંગ સમસ્યાઓ ઉભી થઇ છે તેને ઉકેલવાની જરૂર છે, જો તેમ કરવામાં નહિ આવે તો નાણાકીય ક્ષેત્ર દેશના અર્થતંત્ર પર હાવી થઇ જશે.

એક મજબુત વિકાસદરની જરૂરઃ

મંદ અર્થવ્યવસ્થા પર પોતાના વિચાર રજૂ કરતાં રઘુરામ રાજને વિકાસદર પર કહ્યું કે, 2016ની શરૂઆતના તબક્કામાં આર્થિક વિકાસદર 9 ટકા હતો જે હાલમાં 5 ટકા છે. ખરેખર દેશમાં આર્થિક મંદી છે. હું માનું છું કે 5 ટકાનો વિકાસ દર પૂરતો નથી. 5 ટકાના વિકાસદરે વધતી અર્થવ્યવસ્થા રોજગારી ઉત્પન્ન ન કરી શકે. ભારતને વિકાસ કરવા માટે એક મજબુત વિકાસદરની જરૂર છે, હાલમાં દેશમાં મજબુત સરકાર છે જે સુધારાઓ લાવી શકે છે અને આ સુધારાઓ થકી દેશને આગળ લઇ જઈ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp