RBI બાદ US Federalએ પણ વ્યાજ દરોમાં કર્યો વધારો, જાણો ભારત પર શું થશે અસર

PC: indiatv.in

કેન્દ્રીય બેંકના વ્યાજ દરોમાં વાધારાને અમેરિકન બજારોએ સ્વીકાર્યો છે. Dow Jones Indexમા 900 અંકોનો ઉછાળો જોવા મળ્યો છે. સાથે જ S&P 500, Nasdaq, Heng Seng, Kospi સહિત વિશ્વભરના બજારોમાં તેજીનો માહોલ જોવા મળ્યો. અમેરિકન કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વે બુધવારે રાતે વ્યાજ દરોમાં 0.5% જેટલા વધારાની જાહેરાત કરી. અમેરિકામાં મોંઘવારી 40 વર્ષોના રેકોર્ડ સ્તરો પર પહોંચ્યા બાદ અમેરિકન ફેડરલે આ નિર્ણય લીધો છે. કેન્દ્રીય બેંકે ફેડરલ ફંડ્સ રેટને પોઇન્ટ 50 જેટલુ વધારીને 0.75%થી 1%ના નવા લક્ષ્ય સુધી કર્યું છે, જે 22 વર્ષો બાદ સૌથી વધારે છે.

ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલે કહ્યું કે, મોંઘવારી ચરમ પર હોવાના કારણે અમે આ નિર્ણય લીધો છે અને અમે મોંઘવારીને કાબૂમાં લાવવા માટે પૂરતા પ્રયાસો કરી રહ્યા છીએ. ફેડરલ બેંકના આ નિર્ણયનુ અમેરિકન શેર બજારો તથા વિશ્વભરના શેર બજારોએ સ્વાગત કર્યું છે. નિષ્ણાંતોનું માનવુ છે કે અમેરિકન બજારો ફેડ ચેરમેન પોવેલની ટિપ્પણીઓના આધારે ઉછળ્યા છે. તેમણે કહ્યું કે, અમેરિકન અર્થવ્યવસ્થા મજબૂત સ્થિતિમાં છે અને ઉપભોક્તાઓ પાસે પર્યાપ્ત રકમ છે. આ સિવાય, તેમણે જણાવ્યુ કે મોંઘવારીનો આ ખરાબ સમય હવે પૂર્ણતાની હદ ઉપર છે. જે કારણે બજારોમાં તેજી ફરીથી જોવા મળી.

ભારતીય રિઝર્વ બેંકે લગભગ 2 વર્ષ પછી બુધવારે વધતી મોંઘવારીને કાબૂમાં લેવા માટે વ્યાજ દરોમાં વધારાની જાહેરાત કરી હતી. ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 40 બેઝિસ પોઇન્ટ્સનો વધારો કરી 4.40% કરી દીધો છે. આ સાથે જ RBIએ Cash Reserve Ratio(CRR)મા 50 બેઝિસ પોઇન્ટ્સની વૃદ્ધિ કરી છે. નવા દરો 21 Mayથી લાગુ થશે. RBIના આ નિર્ણયથી સામાન્ય જનતાના EMI વધારો થશે.

બજારના નિષ્ણાંતોનુ માનવું છે કે, RBI અને ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરોમાં વધારા બાદ ભારતીય શેર બજારોમા રીકવરી જોવા મળી શકે છે. બજારોમાં જે કરેક્શન થવાનુ હતુ તે કેટલાક અંશે થઇ ચુક્યુ છે, છતાં એમ ન કહી શકાય કે હવેથી બજારોમાં તેજી પાછી ફરશે. કંપનીઓના રીઝલ્ટ, ઘરેલુ અને વૈશ્વિક ઘટનાક્રમો બજાર પર અસર કરતા રહેશે. આ કારણોસર બજાર એક સપાટ ચાલ બતાવી શકે છે. ફેડના આ નિર્ણયથી ડોલરને મજબૂતી મળશે અને તેના કારણે રૂપિયો કમજોર પણ થઇ શકે છે, જોકે, રશિયા-યુક્રેન સંકટના કારણે રૂપિયામાં પહેલેથી જ કમજોરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp