ક્રુડ ઓઇલ, નેચરલ ગેસ અને આલ્કોહોલ પર વેટ લાગશે

PC: khabarchhe.com

સમગ્ર દેશમાં GSTનો અમલ થયેલો છે. પરંતુ ક્રુડ ઓઇલ, હાઇસ્પીડ ડીઝલ, પેટ્રોલ, એવીએશન ટર્બાઇન ફ્યુઅલ, નેચરલ ગેસ અને માનવ વપરાશ માટેના આલ્કોહોલ પર વેટ કાયદા હેઠળ વેરો લેવાનું ચાલુ રાખવામાં આવેલું છે. વેટ કાયદામાં સુધારા અધિનિયમ 26/2017 અન્વયે અનુસૂચિઓમાં કરવામાં આવેલ સુધારા મુજબ અનુસૂચિ-1 અને અનુસૂચિ-2 કમી કરવામાં આવેલ છે અને અગાઉ અનુસૂચિ-૨માં સમાવિષ્ટ થતાં ક્રુડ ઓઇલ, નેચરલ ગેસ અને માનવ વપરાશ માટેના આલ્કોહોલનો સમાવેશ અનુસૂચિ-૩માં કરવામાં આવેલ છે. અનુસૂચિ-૩ માં હાઇસ્પીડ ડીઝલ, પેટ્રોલ અને એવીએશન ટર્બાઇન ફ્યુઅલ અગાઉથી સમાવિષ્ટ છે.

વેટ નિયમોના નિયમ – 26(1)(બી) ની જોગવાઇ મુજબ અનુસૂચિ-૩ માં દર્શાવેલ ચીજવસ્તુઓના ધંધામાં રોકાયેલ અને નિયમ – 19(2) મુજબ માસિક પત્રક રજૂ કરવાનું થતું હોય તેવા વેપરીઓએ સંબંધિત માસ દરમિયાનનો ભરવાપાત્ર થતો વેરો માસ પૂરો થયેથી 12 દિવસમાં ભરવાનો થાય છે. જેની નોંધ લેવા સંબંધિત તમામ વેપારી વર્ગને સહાયક રાજ્ય વેરા કમિશનર, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp