શું તમે ત્રણ મહિના EMIને હોલ્ડ કરવા માગો છો, તો કરવું પડશે આ કામ

PC: jagran.com

કોરોના વાયરસના સંક્રમણ સામે લડવા માટે લાગૂ થયેલા લોકડાઉનના કારણે વ્યવસાય ઠપ્પ થઈ ગયો છે અને વ્યાવસાયિક ગતિવિધિઓ ન ચાલવાના કારણે તમામ લોકોની કમાણી પર અસર પડે છે. એવી સ્થિતિમાં ભારતીય રિઝર્વ બેંકે તમામ બેંકો, ગ્રામીણ બેંકો, નોન બેંકિંગ ફાયનાન્સ કંપનીઓને ત્રણ મહિના માટે EMI રોકવાની અનુમતિ આપી હતી. તેના કારણે નોકરી કરતા લોકો, કેબ ચલાવનારાઓ તેમજ અન્ય નાના ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોને મોટી રાહત મળવાની આશા છે. ખાસ કરીને એવા લોકો જેમની કમાણી આ લોકડાઉનને કારણે બંધ થઈ ગઈ છે. જોકે, ત્રણ મહિનાના EMI આપમેળે જ બંધ નહીં થશે અને સમય પર પેમેન્ટ ન આપવાને કારણે તમે ડિફોલ્ટર પણ બની શકો છો. આવામાં EMIને ત્રણ મહિના માટે કઈ રીતે હોલ્ડ કરી શકાય તે તમારા માટે જાણી લેવું ખૂબ જ જરૂરી છે...

EMIને ત્રણ મહિના સુધી રોકવાની સુવિધા વૈકલ્પિક છે. જો કોઈ વ્યક્તિ પોતાના EMI ચાલુ રાખવા માગે તો કોઈ વાંધો નથી, પરંતુ જો તમે તમારા EMIને હોલ્ડ કરવા માગતા હો તો તેને માટે તમારે બેંકને જાણકારી આપવી પડશે. કોઈપણ લોન પર EMI આપમેળે નહીં અટકશે. જણાવી દઈએ કે, રિઝર્વ બેંક તરફથી તમામ પ્રકારની ટર્મ લોન પર રાહત આપવામાં આવી છે, જેમાં પર્સનલ લોન, હોમ લોન, ઓટો લોન સામેલ છે.

કેટલું ફાયદાકારક રહેશે EMIને હોલ્ડ કરવાનું

EMIને ત્રણ મહિના સુધી રોકવાની સુવિધા વૈકલ્પિક છે. જો તમે તમારા EMIને હોલ્ડ કરશો તો તમારે ભલે EMI ચુકવવાનું ન રહે, પરંતુ તમારે મૂળ રકમ પર વ્યાજ તો ચુકવવુ જ પડશે. જેને કારણે આવનારા દિવસોમાં તમારા પર બોજો વધશે તેમજ લોન ચુકવવાની મર્યાદામાં ત્રણ મહિનાનો વધારો થશે. આથી જો તમે લોન ચુકવવામાં સક્ષમ હો તો ત્રણ મહિના માટે EMIને હોલ્ડ કરવું લાભદાયી નથી. ઉલ્લેખનીય છે કે, આ અંગે બેંકો દ્વારા પોતાના ગ્રાહકોને આ સંબંધી મેસેજ પણ મોકલવાના શરૂ કરી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp