શું તમે રિટાયરમેન્ટ માટે પૈસા બચાવો છો? 51 ટકા ભારતીયો નથી બચાવતા

PC: news18.com

પીજીઆઇએમ ઇન્ડિયા  મ્યુચ્યુઅલ ફંડના એક સરવેમાં જાણવા મળ્યું છે કે,રિટાયરમન્ટ (નિવૃતિ)ને લઇને લોકોના વલણમાં ખાસ્સો બદલાવ આવ્યો છે. સરવે રિપોર્ટમાં જણાવ્યા મુજબ હોમલોન, અનસિકયોર્ડ લોન અને ક્રેડીટ કાર્ડની વધતી સંખ્યાથી સ્પષ્ટ થાય છે કે, હવે ભારતીય બચત અને રોકાણમાં ઓછું ધ્યાન આપે છે, તેને બદલે વર્તમાન ખર્યાઓ પર વધારે ધ્યાન આપી રહ્યા છે.

કોરોના સંકટ વચ્ચે લોકો બચત અને સારૂ વળતર આપે તેવી ઇન્વેસ્ટમેન્ટ પ્રોડકટમાં તો રોકાણ કરી રહ્યા છે. ઘણાં લોકો હેલ્થ અને ટર્મ ઇન્શ્યોરન્સ પોલીસી ખરીદી રહ્યા છે.પ્રુડેન્શીયલ ફાયનાન્સીઅલ આઇએનસીની સહયોગી કંપની  પીજીઆઇએમ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે નિવૃતિ પ્લાન વિશે લોકોનો વિચાર જાણવા 15 શહેરોમાં સરવે કરાવ્યો હતો.સરવેમાં જાણવા મળ્યું કે બચત માટે લોકોનું વલણ બદલાયું છે. રિપોર્ટના કહેવા મુજબ 49 ટકા લોકો રિટાયરમેન્ટ પછી આર્થિક સુરક્ષા માટે ફાયનાન્સીયલ પ્લાનીંગ કરી રહ્યા છે.

સરવેના રિપોર્ટમાં કહેવાયું છે કે હોમલોન, અનસિકયોર્ડલોન અને ક્રેડીટ કાર્ડની વધતી સંખ્યા પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે, ભારતીયોનો બચત અને રોકાણમાં રસ ઘટયો છે. તેઓ વર્તમાન ખર્ચાને પ્રાથમિકતા આપી રહ્યા છે.ભારતીય પોતાની આવકના 59 ટકા ખર્ચમાં વાપરે છે.  આવા લોકોમાંથી 89 ટકા લોકો એવા છે જેમણે હજુ સુધી નિવૃતિ વિશે કોઇ યોજના બનાવી નથી. કારણ કે આવા લોકો પાસે પુરતી આવક કે સ્ત્રોત પણ નથી.સરવેમાં એ વાત પણ સામે આવી કે, 5 ભારતીયમાંથી 1 ભારતીય રિટાયરમેન્ટ પ્લાનીંગ કરતી વખતે મોંઘવારીના સ્તરને પણ ધ્યાનમાં લે છે.

પીજેએમઆઇના સરવેમાં સામેલ 41 ટકા લોકોએ કહ્યું કે,નિવૃતિ યોજના માટે તેમણે જીવન વીમો લીધો છે.37 ટકાએ ફિકસ ડિપોઝીટ પર પસંદગી ઉતારી છે. 48 ટકા લોકો એવા હતા જેમને નિવૃતિ પછી કેટલી રકમની જરૂર પડશે તેનો અંદાજ નથી એટલે તેમાંથી 69 ટકા લોકોએ રિટાયરમેન્ટ માટે કોઇ પ્લાન બનાવ્યો નથી. 52 ટકા લોકોને નિવૃતિ પછીની જરૂરિયાતનો અંદાજ છે અને તેમાંથી 66 ટકા લોકોએ પ્લાનીંગ શરૂ કરી દીધું છે.

સરવેના રિપોર્ટ મુજબ ભારતીય નિવૃતિ યોજના બનાવતી વખતે જીવનની ઘટનાઓને તો ધ્યાનમાં રાખે છે, પરંતુ બહારની ઘટનાઓને નજર અંદાજ કરે છે.મોટાભાગના શહેરી ભારતીય  નિવૃતિ પછી અંદાજે રૂપિયા 50 લાખનું ફંડ ઉભું કરવાનું લક્ષ્ય રાખે છે.સરવેમાં સામેલ લોકોની એવરેજ વાર્ષિક આવક 5.72 લાખ રૂપિયા અને એવરેજ ઉંમર 44 વર્ષ હતી.આ લોકોનું માનવું છે કે, નિવૃતિ પછી 50 લાખના ફંડની જરૂર ઉભી થશે. મતલબકે વાર્ષિક આવકની સરખામણીએ 9 ગણાં નાણાંની જરૂરિયાત ઉભી થશે.આવા સંજોગોમાં દેશની ફાયનાન્સીલ સર્વિસ કંપનીઓએ રિટાયરમેન્ટ પ્લાનીંગ પર ફોકસ કરવું  જોઇએ.

 સરવેમાં જણાવ્યા મુજબ જો પરિસ્થિતિ  અનુકુળ હોય તો એક તૃત્યાંશ પાસે આવકનો કોઇનો કોઇ સ્ત્રોત હોય છે.કેટલાંક લોકો નિવૃતિ પ્લાનીંગને બદલે બાળકો, પતિ અથવા પત્નીની સુરક્ષા પર વધારે ધ્યાન આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp