આ વાતોનું ધ્યાન રાખશો તો ખોટી જગ્યાએ રોકાણ કરવા છતાં નહિ ડૂબે તમારા રૂપિયા

PC: dnaindia.com

લોકો દર વખતે પોલીસી એજન્ટોની લોભામણી વાતોમાં આવીને ખોટી જગ્યાએ રોકાણ કરે છે. પરિણામ સ્વરૂપ તેમને લાંબા સમય સુધી તેની ભરપાઇ કરવી પડે છે. અમે તમને જણાવી રહ્યા છે કે ખોટી જ્ગ્યાએ રોકાણ કર્યા બાદ તમારે શું કરવું જોઇએ જેથી તમારૂ ઓછામાં ઓછુ નુકશાન થાય.

ઇન્સ્યોરન્સ પોલીસી

પોલીસી એજન્ટો દ્વારા ભ્રામક જાણકારીઓ આપીને ગ્રાહકોને અંધાધૂંધ રીતે ઇન્સ્યોરન્સ પોલીસીના વેચાણ પર નિયંત્રણ લગાવવા માટે નિયામક દ્વારા ખાસ ઉપાય કરવામાં આવ્યા છે. તે અંતર્ગત નિયામકે કમ સે કમ 15 દિવસોનું ફ્રી લુક પીરીયડ નક્કી કર્યો છે. જે દરમિયાન પોલીસી પસંદ ન આવવા પર તમે તેને પાછી આપી શકો છે. ફ્રી લૂકની આ અવધિ પોલીસી માટે આવેદન કરવાના દિવસે થી નહિ પરંતુ તમને ડોક્યુમેન્ટ મળવાના દિવસથી શરૂ થાય છે.

બેલેન્સ ફંડ્સ

જો તમે કોઇ બેલેન્સ ફંડ ખરીદીને ફસાઇ ગયા છો. તો તત્કાલ આપવા પર તમને મોટા નુકશાનનો સામનો પણ કરવો પડી શકે છે. કારણકે એક વર્ષ પહેલા રિડેંપ્શન સિવાય કોઇ વિકલ્પ નથી. અને તમારે એક્ઝિટ લોડ સહન કરવો પડશે.

ફિક્સ્ડ ડિપોઝીટ

જો તમે એજન્ટની કોઇ પણ ભોળવતી વાતોમાં આવીને કોઇ એક એવો ફિક્સ્ડ ડિપોઝીટ લીધી છે. જે તમારા રોકાણના પોર્ટફોલીઓને સૂટ કરતો નથી તો પ્રિમેચ્યોર્ડ વિડ્રોલ તેનો સૌથી સારો સમાધાન છે. કારણકે વધુમાં વધુ બેંક પ્રિમેચ્યોર્ડ વિડ્રોલ કરવા પર ઇંટ્રેસ પર ઓછી પેનલ્ટી ચાર્જ કરે છે. જોકે જો તમે એનબીએફસીમાં કોઇ ખોટી ફિક્સ્ડ ડિપોઝીટમાં ફસાઇ ગયા છો તો તમારા માટે મુશ્કેલી પણ ઉભી થઇ શકે છે. કારણકે વધુમાં વધુ એનબીએફસી પ્રિમેચ્યોર્ડ વિડ્રોલની મંજૂરી આપતા નથી. જે એનબીએફસી પ્રિમેચ્યોર્ડ ક્લોઝરની સુવિધા આપે છે. તે 1-3 ટકા સુધીની પેનલ્ટી લે છે.

ગોલ્ડબાર કોઇન

આ બાબતે તેની તત્કાલ વેચાણ યોગ્ય વિચાર નથી. જો તમે તને જ્વેલર્સને વેચવા જઇ રહ્યા છો તો તે તમને માર્કેટ પ્રાઇસથી 5-10 ટકા કિંમતની પેશકશ કરશે. સાથેજ એ તમને ઘરેથી બદલવાનો પણ પ્રસ્તાવ તમારી સામે તે મૂકશે. જેનો ક્યારેય સ્વીકાર કરતા નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp