Mothers Day: આ છે બોલિવુડની સૌથી સ્ટાઈલિશ મા-પુત્રીની જોડી

PC: instagram.com

મધર્સ ડે પર બોલિવુડની વાત ન કરીએ તો ઉજવણી અધૂરી રહી જશે. બોલિવુડમાં ઘણી મા-પુત્રીની જોડી એવી છે જે પોતાનામાં ધૂમ મચાવી રહી છે. તો ચાલો જોઈ લઈએ એવી જ કેટલીક સેક્સી અને સ્ટાઈલિશ મા-પુત્રીની જોડી અંગે

એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન
એશ આ દુનિયાની સૌથી સુંદર સ્ત્રીઓમાંની એક છે. ફિલ્મ 'એ દિલ હૌ મુશ્કિલ'થી તેણે લોકોને કડક જવાબ આપ્યો છે કે મા બન્યા પછી પણ તે પેલા જેવી જ છે. પરંતુ માની સરખામણીએ તેની પુત્રી પણ પાછળ રહે તેની નથી. એશની પુત્રી આરાધ્યા પણ ઘણી સુંદર અને ક્યૂટ લાગે છે અને તેનામાં પણ સ્ટારની ક્વોલિટી જોવા મળે છે. માતા-પુત્રીની જોડી ઘણી વખત મેચિંગ આઉટફીટમાં જોવા મળે છે.

શ્રીદેવી અને જ્હાન્વી કપૂર
બોલિવુડની ચાંદની આપણી વચ્ચે નથી રહી પરંતુ તે એક સારી અભિનેત્રી હોવાની સાથે એવી મા પણ હતી જેની લાઈફ તેની બંને પુત્રી જ્હાન્વી અને ખુશીની આસપાસ ફરતી જોવા મળતી હતી. જનરેશન ગેપ કેવી રીતે દૂર કરૂ શકાય તે શ્રીદેવી ઘણી સારી રીતે જાણતી હતી. મા-પુત્રીની આ જોડી કોઈ બેસ્ટ ફ્રેન્ડ્સ હોય તેવું લાગતું હતું. શ્રીદેવી હંમેશાં પુત્રીઓ સાથે લેટેસ્ટ આઉટફીટમાં જોવા મળતી હતી.

શર્મિલા ટાગોર અને સોહા અલી ખાન
સોહા અલી ખાને ભલે બોલિવુડની થોડી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ તે પોતાની માતા શર્મિલા ટાગોર જેટલી સફળ રહી નથી. તે છત્તાં તે પોતાની સ્ટાઈલ અને એલિગન્સની વાતે મા-પુત્રીની આ જોડી સૌથી આગળ જોવા મળશે. સોહાનો દેખાવ અને ફીચર્સ તેની માતા સાથે ઘણો મળતો આવે છે.

ડિમ્પલ કાપડીયા અને ટ્વિંકલ ખન્ના
ડિમ્પલ કાપડિયા અને ટ્વિંકલ ખન્ના બંનેની એન્ટ્રી ધમાકેદાર થઈ હતી. ડિમ્પલે 'બોબી' ફિલ્મથી અને 'ટ્વિકંલે' બોબી દેઓલ સાથેની બરસાત ફિલ્મથી ઈન્ડ્સ્ટ્રીમાં કદમ મૂકયો હતો અને મા-પુત્રીની બંને પહેલી ફિલ્મ હીટ સાબિત થઈ હતી. માતા-પુત્રીની આ જોડી પોત-પોતાના સ્ટાઈલમાં કોઈ ફેશનિસ્ટાથી ઓછી નથી.

જયા બચ્ચન અને શ્વેતા નંદા
જયા બચ્ચન બોલિવુડની એ અભિનેત્રીઓમાં સામેલ છે જેની એક્ટિંગને ઘણા લોકો પસંદ કરે છે. કરિયરના પીકમાં તેણે બાળકોની સંભાળ માટે ઈન્ડ્સ્ટ્રીમાંથી વિદાય લઈ લીધી. જયાની મોટી પુત્રી શ્વેતાએ ભલે એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવ્યું નહી પરંતુ તે બોલિવુડના ફંક્શન અને પાર્ટીઓમાં જોવા મળે છે. મા-પુત્રીની આ જોડી ઘણી સ્ટાઈલિશ છે. માતા જયા બચ્ચન હંમેશાં ગ્રેસફુલ લાગે છે, ત્યારે શ્વેતા નંદાની સ્ટાઈલ ગેમ હંમેશાં ઓન રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp