ટ્રેનમાં બેસવા માટે માગી સીટ, મળ્યું મોતઃ પૂણેનો ચોંકાવનારો કિસ્સો

PC: indiarailinfo.com

ભારતીય ટ્રેનોમાં તમે જનરલ ડબ્બાઓમાં સામાન્ય બોલાચાલી થતી હોય તેવું સાંભળ્યું હશે. ક્યારેક સામાન્ય બોલાચાલી મારામારી સુધી પહોંચી જાય છે. આવો જ એક કિસ્સો મુંબઇ-લાતુર- બિદર એક્સસપ્રેસમાં થયો હતો જેમાં 12 પેસેન્જરોએ મળીને એક 26 વર્ષીય યુવકને સીટ માટેના ઝગડાને લીધે માર માર્યો જેમાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. વિશેષ વાત તો એ છે કે આ 12 પેસેન્જરોમાં 7 મહિલાઓ હતી જેમને યુવકને ઢોર માર માર્યો હતો.

પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, ટ્રેનમાં સીટને લઇને મહિલાઓએ યુવક સાથે બોલાચાલી કરી હતી જે છેવટે મારામારીમાં પરિણમી હતી જેને લીધે છેવટે યુવકે જીવ ગુમાવવો પડ્યો હતો. પીડિત યુવકની પત્ની જ્યોતિએ પોતાની ફરિયાદમાં લખાવ્યું છે કે, ગુરૂવારે તે તેના પતિ સાગર માર્કડ, તેની માતા અને બે વર્ષીય બાળકીને લઇને પૂણે રેલવે સ્ટેશનથી રાત્રીના 12.45 વાગ્યે જનરલ ડબ્બામાં બેઠા હતા. આ પરિવાર પૂણેથી પોતાના ગામ કુર્દવાડી જઇ રહ્યા હતા. પહેલા આ પરિવાર દાદર-ચેન્નઇ એક્સપ્રેસમાં બેઠા હતા પરંતુ ટ્રેન ત્યાં ઉભી નહીં રહે તેથી ટ્રેન બદલીને મુંબઇ-લાતુર-બિદર એક્સપ્રેસમાં જઇને બેઠા હતા.

જ્યોતિએ લખાવેલી ફરિયાદ મુજબ, આખો ડબ્બો ફૂલ હતો અને તેમાં પગ મૂકવા માટે પણ જગ્યા ન હતી. સાગરે આરામથી બેસી રહેલી કેટલીક મહિલાઓને પત્નીને બેસવા દેવા માટે થોડી જગ્યા માગી હતી. મહિલાઓએ તેનો ઇનકાર કર્યો અને સામાન્ય બોલાચાલી બાદ મહિલાઓની સાથે રહેલા પુરૂષોએ સાગરને મારવાની શરૂઆત કરી હતી. જ્યોતિએ કહ્યું કે હું મદદ માટે અપીલ કરતી રહી પરંતુ ડબ્બામાં બેસેલામાંથી કોઇ જ મદદે ન આવ્યું. જ્યારે સાગર બેભાન થઇ ગયો તો બધા ચૂપ બેસી રહ્યા.

આ ટ્રેન જ્યારે દુંદ જંક્શન પહોંચી ત્યારે રેલવે પોલીસના જવાનોએ તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. દુંદ જંકશન પર રેલવે પોલીસે આ ઘટના સંદર્ભે સાત મહિલાઓ સહિત 12 લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા 12 લોકોમાંથી એક સગીર છે અને તેને કિશોરને જુવેનાઇલ હોમ મોકલી આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp