દેશમાં એક દિવસમાં ઓમિક્રોનના 18 કેસ, સૌથી વધુ કેસ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં

PC: DainikBhaskar.com

દેશમાં કોરોનાનો નવો વેરિયન્ટ વકરી રહ્યો છે. નવા વેરિયન્ટનું નામ ઓમીક્રોન છે. ઓમીક્રોનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારના રોજ દેશમાં ઓમોક્રોનના એક-બે નહીં પરંતુ 18 કેસ સામે આવ્યા છે અને આમાં સૌથી વધારે કેસ રાજસ્થાનમાં સામે આવ્યા છે. રાજસ્થાનમાં 9 દર્દી ઓમીક્રોન વેરિયન્ટથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. આ 9 દર્દીમાં એક જ પરિવારના ચાર સભ્યોનો સમાવેશ થાય છે. આ 4 સભ્યો દક્ષિણ આફ્રિકાથી રાજસ્થાન પરત આવ્યા હતા. તો બીજી તરફ પુણેમાં 1 ઓમીક્રોન વેરિયન્ટનો કેસ સામે આવ્યો છે. પૂણે નજીક આવેલા પિંપરી ચીંચવાડમાં ઓમીક્રોન વેરિયન્ટના 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં ઓમીક્રોનનો 1 કેસ સામે આવ્યો છે. મહત્ત્વની વાત એ છે કે, રાજસ્થાનના જે 4 લોકો ઓમીક્રોન વેરિયન્ટથી સંક્રમિત થયા હતા તેમના સંપર્કમાં આવેલા 5 લોકોમાં પણ આ વાયરસ ફેલાયો હોવાનું સામે આવ્યું છે. એટલે કે હાલ દેશમાં ઓમીક્રોન વેરિયન્ટના 22 કેસ થઇ ગયા છે. આ 22 કેસ 5 રાજ્યોમાં સામે આવ્યા છે. જો કે ગુજરાતમાં પણ ઓમીક્રોન વેરિયન્ટનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે.

ઝિમ્બાબ્વેની આવેલા એક વૃદ્ધમાં કોરોનાના લક્ષણો દેખાતા તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું. તેમના સેમ્પલ લઇને તેને જીમોન સીક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારે સામે આવ્યું હતું કે આ વૃદ્ધ ઓમીક્રોન વેરિયન્ટથી સંક્રમિત છે. જામનગરમાં ઓમીક્રોન વેરિયન્ટનો પોઝિટિવ કેસો સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં રવિવારના રોજ ઓમીક્રોનના 8 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. જોકે મહારાષ્ટ્રના તમામ દર્દીઓને હાલ હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. એક જ દિવસમાં ઓમીક્રોન વેરિયન્ટના 17 પોઝિટિવ કેસો દેશમાં નોંધાતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોમાં પણ ચિંતા વધી રહી છે.

દેશમાં જે 21 કેસ નોંધાયા છે તેમાં રાજસ્થાનમાં 9, મહારાષ્ટ્રમાં 8, કર્ણાટકમાં 2, દિલ્હીમાં 1 અને ગુજરાતમાં 1 કેસનો સમાવેશ થયા છે. મહત્ત્વની વાત છે કે, રાજસ્થાનમાં પરિવારના 4 સભ્યો ઓમીક્રોન વેરિયન્ટથી સંક્રમીત છે તે 25 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી દુબઈ ત્યાથી મુંબઇ થઇને જયપુર પહોંચ્યા હતા. ત્યારબાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ જ પ્રકારે મહારાષ્ટ્રમાં ઓમીક્રોન વેરિયન્ટમાં જે 7 કેસ નોંધાયા છે તેમાં 4 દર્દી વિદેશથી આવ્યા હતા અને તે કોરોના સંક્રમિત થયા બાદ તેમના સંપર્કમાં આવેલા અન્ય 3 લોકોનો ટેસ્ટ કરવામાં આવતા તે પણ ઓમીક્રોન વેરિયન્ટથી સંક્રમિત હોવાનું સામે આવ્યુ હતું. મહત્ત્વની વાત છે કે, જે લોકોએ કોરોના વેક્સીન બંને ડોઝ લીધા હોય તે પણ આ ઓમીક્રોનથી સંક્રમિત થઈ રહ્યા છે. ઓમીક્રોન વેરિયન્ટના દર્દીમાં ગળામાં સોજો, થકાવટ અને શરીરમાં દુ:ખાવો જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.

ડૉક્ટરોનું કહેવું છે કે, ઓમીક્રોન વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓમાં માઈલ્ડ લક્ષણો જોવા મળી રહ્યા છે. તેથી તેમને આઈસોલેટ કરી સામાન્ય સારવાર આપવામાં આવી રહી છે. જો કે દર્દી તેમની તમામ દૈનિક ક્રિયાઓ અડચણ વગર કરી શકે છે. જામનગરમાં જે વૃદ્ધને ઓમીક્રોન થયો છે તેમાં શરૂઆતમાં તેમને થોડો તાવ આવ્યો હતો ત્યારબાદ ખાંસીના લક્ષણો દેખાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp