સ્મશાનગૃહમાં જન્મદિવસની પાર્ટી, 100થી વધુ લોકો આવ્યા, જાણો શું ખવડાવ્યું

PC: haribhoomi.com

દેશ ગમે તે ધર્મનો હોય, દરેક વ્યક્તિ પોતાનો જન્મદિવસ ખાસ રીતે ઉજવવાનું પસંદ કરે છે. ઘણા લોકો સારું જીવન આપવા બદલ ભગવાનનો આભાર માનવા માટે આ દિવસે મંદિર કે ચર્ચમાં પણ જાય છે. કેટલીકવાર લોકો કોઈપણ શુભ કાર્ય શરૂ કરવા માટે તેમના જન્મદિવસની તારીખ પસંદ કરે છે.

કેક કાપવાની પ્રથા ભારતના હિંદુ ઘરોમાં શરૂ થઈ હશે, પરંતુ તે પહેલા જન્મદિવસના દિવસે શરૂઆત તેને પહેલા કંકુ ચોખા લગાવીને કરવામાં આવે છે. મંદિર હોય, ઘર કે રેસ્ટોરન્ટ હોય તો પણ બરાબર છે પણ શું તમે ક્યારેય તમારો જન્મદિવસ સ્મશાનગૃહમાં ઉજવવાનું વિચાર્યું છે? આનો જવાબ ઘણા લોકો 'ના' જ આપશે, કોઈ પોતાના જન્મદિવસ પર આવા અશુભ સ્થાને જાય? પરંતુ મહારાષ્ટ્રના થાણેમાં એક વ્યક્તિએ આવું જ કંઈક કર્યું છે.

બર્થ-ડેના દિવસે માણસ પોતાને કોઈ રાજકુમારથી ઓછો નથી સમજતો. કહેવાનો અર્થ એ છે કે જન્મદિવસના દિવસે વ્યક્તિ પોતાને જ સર્વસ્વ માને છે. મહારાષ્ટ્રના થાણેમાં રહેતા એક વ્યક્તિએ પોતાના જન્મદિવસે અજાયબી કરી બતાવી. વ્યક્તિએ પોતાની બર્થડે પાર્ટી એક અનોખી જગ્યાએ રાખી હતી. લોકો રેસ્ટોરન્ટમાં પાર્ટી આપે છે. ઘણા લોકો મોટી હોટેલ બુક કરાવે છે. કેટલાક લોકો મેટ્રો કોચ બુક કરાવીને પાર્ટી કરવા બદલ જેલ પણ જાય છે. કેટલાક લોકો મંદિરમાં પણ જાય છે. પરંતુ આ વ્યક્તિએ જન્મદિવસની પાર્ટી સ્મશાનભૂમિમાં રાખી હતી.

થાણેના કલ્યાણ શહેરમાં રહેતા ગૌતમ રતન મોરેએ તેમના જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું. તેણે પાર્ટીનું આયોજન સ્મશાનગૃહમાં કર્યું હતું. સૂત્રોએ આપેલી માહિતી મુજબ, મોરેએ 19 નવેમ્બરે મોહને સ્મશાનભૂમિમાં તેમના જન્મદિવસની પાર્ટી આપી હતી. સ્મશાન ખાતે જ જન્મદિવસની કેક કાપવામાં આવી હતી. આ સિવાય બિરયાની પણ મેનુમાં સામેલ હતી. ખાસ વાત એ છે કે બર્થડે પાર્ટીમાં બહુ મોટો મેળાવડો થયો હતો. આ મેળાવડામાં 100થી વધુ લોકો હતા. ઘણા લોકો તો તેમના પરિવાર સાથે પણ હાજર રહ્યા હતા.

સૂત્રોના અહેવાલ મુજબ, મોરેએ જણાવ્યું કે 40 મહિલાઓ અને બાળકો સહિત 100થી વધુ મહેમાનો તેમની જન્મદિવસની પાર્ટીમાં સામેલ થયા હતા. મોરેએ વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ માટે તેમને પ્રસિદ્ધ સામાજિક કાર્યકર્તા સિંધુતાઈ સપકાલ અને જાણીતા રેશનાલિસ્ટ સ્વર્ગસ્થ નરેન્દ્ર દાભોળકર પાસેથી પ્રેરણા મળી હતી. આ લોકોએ કાળા જાદુ અને અંધશ્રદ્ધા વિરુદ્ધ જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું.

મોરેએ કહ્યું કે, લોકોને સંદેશ આપવા માટે તેણે આવું કર્યું છે. મોરેએ કહ્યું કે, સ્મશાનગૃહ અને આવી કોઈ પણ જગ્યાઓ પર ભૂત નથી હોતા. મોરેની બર્થડે પાર્ટી ત્યારે ચર્ચામાં આવી જ્યારે પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. જન્મદિવસ માટે એક બેનર ખાસ છાપવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ કેક કાપવા માટે બેકગ્રાઉન્ડમાં કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp