કલ્લુ નામના બકરાનું નિધન, હિંદુ વિધિથી અંતિમ સંસ્કાર થયા અને હવે તેરમું પણ થશે

PC: youtube.com

ઘણા લોકો પશુ પ્રેમી હોય છે. ઘરમાં તેઓ શ્વાન, બિલાડી કે પછી બકરીને પાળતા હોય છે. જ્યારે આ પાલતું પ્રાણીનું અવસાન થાય છે ત્યારે જીવદયા પ્રેમી પ્રાણીની પણ અંતિમવિધિ કરતા હોય છે અને તેની પાછળ બેસણું પણ રાખતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં સામે આવી છે. જ્યાં એક બકરાનું મોત થતા તેના અંતિમ સંસ્કાર હિંદુ રિતી રીવાજ અનુસાર કરવામાં આવ્યા હતા.

કલ્લુ નથી રહ્યો આ સાંભળતા જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું અને કલ્લીના માલિકે દુખી હ્યદયે હિંદુ રિતી રીવાજ અનુસાર તેના અંતિમ સંસ્કાર કર્યા. જ્યારે કલ્લુની અંતિમયાત્રા નીકળી ત્યારે લોકોએ રામ નામના નારા પણ લગાવ્યા હતા. આ ઉપરાંત કલ્લુના આત્માને શાંતિ મળે એટલા માટે બ્રામણોને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું.

હવે તેનું તેરમુ પણ કરવામાં આવશે. આ તેરમામાં કલ્લુના માલીક દ્વારા ગામના લોકોને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. આ કલ્લુ કોઈ વ્યક્તિનું નહીં પણ એક બકરાનું નામ હતું. આ ઘટના સીરાથૂના  મીઠેપુર નિહાલપુર ગામની છે.

આ ગામમાં રહેતા હોમગાર્ડ રામપ્રકાશ યાદવ દ્વારા એક બકરો પાળવામાં આવ્યો હતો. તેને આ બકરાનું નામ કલ્લુ રાખ્યું હતું. પરિવારના સભ્યો પણ બકરાને ખૂબ જ પ્રેમ આપતા હતા. રામપ્રકાશ યાદવ તેના દીકરાની જેમ બકરાનું પાલન કરતો હતો. કલ્લુ નામનો એકાએક બીમાર પડી ગયો અને તેનું અચાનક મોત થયું.

કલ્લુના મોતના સમાચાર સાંભળીને પરિવારના તમામ સભ્યો દુખી થઇ ગયા. કલ્લુની અંતિમ વિધિ કરવા માટે રામપ્રકાશે મુંડન કરાવ્યું હતું. ત્યારબાદ મૃત બકરાની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ રામપ્રકાશ દ્વારા પોતાના ખેતરમાં જ બકરાના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

રામપ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, બકરો કલ્લુ સાડા 5 વર્ષનો હતો. કલ્લુની તબિયત એકાએક ખરાબ થઇ ગઈ હતી. મેં તેને દીકરાની જેમ પાળ્યો હતો. અમારે કોઈ સંતાન નહોતું તેથી અમે કલ્લુને જ સંતાન સમજતા હતા. અમે હિંદુ રિતીરીવાજ અનુસાર તેના અંતિમ સંસ્કાર કર્યા છે. કલ્લુની આત્માની શાંતિ માટે હું બધું જ કરીશ. જે રીતે મનુષ્યના અંતિમ સંસ્કાર કરવામાં આવે તેવી રીતે કલ્લુના પણ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને હવે તેનું તેરમુ પણ હું કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp