ફરવા ગયેલા અધિકારીનો મોબાઈલ ડેમમાં પડ્યો, લાખો લીટર પાણી બહાર કાઢી બગાડ્યું

PC: indiatvnews.com

લાખ રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન શોધવા માટે ફૂડ ઈન્સપેક્ટરે લાખો લીટર ડેમનું પાણી પમ્પથી બહાર કાઢીને વહેવડાવી દીધું આ પાણીના જથ્થાથી દોઢ હજાર એકર ખેતરોમાં સિંચાઈ થઈ શકી હોત. આવી કાળઝાળ ગરમીમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટે ભારે હાલાકી વેઠવી પડતી હોય છે, ત્યારે આ રીતે પાણી વહેવડાવવું ભારે બેદરકારી છે.

પંખાજૂરમાં, એક ખાદ્ય નિરીક્ષકે પાણીમાં પડી ગયેલો પોતાનો મોંઘો મોબાઈલ ફોન પાછો મેળવવા માટે લાખો લિટર ડેમનું પાણી બહાર કઢાવી નાખ્યું. એક ફોનને માટે વહેવડાવી દીધેલા પાણીથી દોઢ હજાર એકર ખેતરમાં સિંચાઈ થઈ શકી હોત. જો કે, અધિકારીનો કિંમતી મોબાઈલ ફોન તો મળી આવ્યો હતો પરંતુ હવે તે ખરાબ થઇ ચુક્યો હતો.

વાસ્તવમાં, કોયલીબેડા બ્લોકના એક ખાદ્ય અધિકારી રવિવારે રજા માણવા માટે ખેરકટ્ટા પરલકોટ જળાશય પહોંચ્યા હતા. જ્યાં અધિકારીનો મોંઘો મોબાઈલ ફોન ખેરકટ્ટા પરલકોટ જળાશયના ઓવરબ્રિજ પર 15 ફૂટ સુધી છલોછલ ભરાયેલા પાણીમાં પડ્યો હતો.

અધિકારીએ પહેલા નજીકના ગ્રામજનોને મોબાઈલ શોધવા માટે રોક્યા. સારામાં સારા તરવૈયા ઉતર્યા. પરંતુ ત્યાં માત્ર નિષ્ફળતા જ મળી હતી.

આ પછી ફોનને નીકાળવા માટે સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારપછી કાયદેસર 30 HPનો પંપ લગાવીને જળાશયનું પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી પાણી કાઢવા માટે પંપ સતત ચાલુ રહ્યો હતો.

જો કે, જળાશયમાંથી સતત પાણી નીકળવાની વાત ઉપર સુધી પહોંચતા સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા. આવી ને એમણે પંપને બંધ કરાવી દીધો હતો. ત્યાર બાદ ફરી શોધખોળ કરવા પર મોબાઈલ ફોન તો મળી આવ્યો હતો, પરંતુ તે ખરાબ થઇ ગયો હતો.

અંદાજ મુજબ ગત સોમવારથી ગુરુવાર સુધીમાં સતત 24 કલાક ચાલતા 30 હોર્સ પાવરના બે ડીઝલ પંપ દ્વારા આશરે 21 લાખ લીટર પાણીનો વેડફાટ થયો હતો. આ પાણીનો જથ્થો દોઢ હજાર એકર જમીનને સિંચાઈ માટે પૂરતો હતો.

હવે સવાલ એ થાય છે કે, આખરે અધિકારીના મોબાઈલમાં એવું તે શું હતું? જેના માટે સિંચાઈ માટે વપરાતું પાણી આટલી હદે વહેવડાવી દેવામાં આવ્યું હતું.

જ્યારે, આ કિસ્સામાં, જળ સંસાધન વિભાગના ઉપ-વિભાગીય અધિકારી, રામ લાલ ધિનવારનું કહેવું છે કે, 5 ફૂટ સુધી પાણી ખાલી કરવાની મંજૂરી મૌખિક રીતે આપવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધીમાં 10 ફૂટથી વધુ પાણી વહેવડાવી દેવામાં આવ્યું છે.

જો કે આટલી કાળઝાળ ઉનાળાની ઋતુમાં પણ સિંચાઈના પાણીનો નકામો બગાડ કરતા, વિસ્તારના સેંકડો ખેડૂતોના જીવનનિર્વાહના સાધન કરતાં અધિકારીના મોંઘા ફોનની કિંમત વધુ હોવાનું જણાય છે.

ભાજપના મહામંત્રી O.P.ચૌધરીએ લાખો લીટર પાણી વેડફી નાંખનાર ફૂડ ઓફિસરને બરતરફ કરવાની માંગ કરી છે. ખાદ્ય અધિકારીએ મોંઘા મોબાઈલ માટે જળાશય ખાલી કરવાનું ખોટું કામ કર્યું છે. તેના પર કુદરતી સંસાધનોનું શોષણ કરવાનો આરોપ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp