દારૂ પી'ને ઝઘડોઃ મહિલાના સાતમાં પતિએ પત્નીની હત્યા કરી પોતે ગળેફાંસો ખાધો

PC: intoday.in

મધ્ય પ્રદેશના બાલાઘાટથી એક એવો મામલો સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ પોતાની જ પત્નીની હત્યા કરી નાખી અને પછી પોતે પણ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. પતિ પત્ની વચ્ચે ઝઘડો દારૂ પીધા પછી શરૂ થયો. આ ઘટના બાલાઘાટના બિરસાની છે. જ્યાં 55 વર્ષીય લોકરામે 50 વર્ષીય તેની પત્નીની હત્યા કરી નાખી. ત્યાર પછી તેણે પોતે પણ ફાંસી લગાવી લીધી. 10 વર્ષ પહેલા દંપતિના લગ્ન થયા હતા. પત્નીના આ સાતમા અને પતિ લોકરામના આ બીજા લગ્ન હતા. આ ઘટના પાછળનું કારણ દારૂને લઈ થયેલા ઘરેલૂ વિવાદને માનવામાં આવી રહ્યો છે.

આ મામલે ખુલાસો ત્યારે થયો જ્યારે ગુરુવારે બપોરે મોહલ્લાના લોકોએ બંને પતિ-પત્નીને જોયા નહીં. બીજા દિવસે સવારે પાડોશના ગામથી મૃતકના દીકરાને બોલાવી ઘરનો દરવાજો ખોલાવમાં આવ્યો. પહેલા રૂમમાં તેની માતાનું શવ જમીન પર પડ્યું હતું, જ્યારે બીજા રુમમાં પિતાએ પોતાના ગમછાથી ફાંસો ખાઈ લીધો હતો. પતિએ પહેલા તેની પત્નીની હત્યા કરી નાખી અને બાદમાં પોતે પણ ગળે ફાંસી ખાઈને આત્મહત્યા કરી લીધી. જોકે, આ ઘટના પાછળનું ખરુ કારણ હજુ બહાર આવ્યું નથી.

દીકરા રામકિશોર ચોધરીએ આ મામલાની સૂચના પોલીસને આપી. શરૂઆતી તપાસમાં માલૂમ પડ્યું કે, પતિએ પત્નીની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી લીધી. જોકે, હજુ પણ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. દીકરાએ જણાવ્યું કે, પિતાના આ બીજા લગ્ન હતા, જ્યારે મૃતક માતાના આ સાતમા લગ્ન હતા. બંને 10 વર્ષથી સાથે રહેતા હતા અને હાલમાં ઘરથી અલગ બિરસામાં રહેતા હતા.

બિરસા પોલીસ સ્ટેશનના પ્રભાવી રવિકાંત ડહેરિયાએ જણાવ્યું કે, પોલીસને સૂચના મળી કે મરારીટોલાના એક ઘરમાં પતિ-પત્નીના શવ મળી આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી જોયું તો મહિલાનું શવ જમીન પર પડ્યું હતું અને ઘરના બીજા રૂમમાં પતિનું શવ ફાંસી પર લટક્યું હતું. પહેલી દ્રષ્ટિએ જોતા ઘટનાનું કારણ પારિવારિક વિવાદ લાગી રહ્યું છે. બંનેના શવોનું પરીક્ષણ કરતા દારૂ પીવાની જાણકારી સામે આવી છે. તેમણે જણાવ્યું કે, મૃતકનું ઘર અંદરથી બંધ હતું. હાલમાં પોલીસ મામલાની વિસ્તૃત તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp