જાણો, કોણ છે આ વકીલ જેણે POCSO એક્ટ દ્વારા બળાત્કારીઓને મોતની સજા અપાવી

PC: amarujala.com

કેન્દ્રીય મંત્રી મંડળ દ્વારા શનિવારે નિર્ણય લેવામાં આવ્યો કે 0-12 વર્ષની બાળકી સાથે બળાત્કાર કરનારને મોતની સજા આપવામાં આવશે. આ સિવાય 16 વર્ષની ઉંમર સુધીની બાળકી સાથે બળાત્કાર કરનારને 10થી 20 વર્ષ સુધીની સજા ફટકારવામાં આવશે. રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે POCSO એક્ટને મંજૂરી આપી દીધી છે. પણ શું તમે જાણો છો આની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી?

સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલા આ આદેશની પાછળ અલખ આલોકનાથ શ્રીવાસ્તવ દ્વારા સુપ્રીમ કોટમાં દાખલ કરવામાં આવેલી PIL છે, જેમાં બળાત્કારીઓને મોતની સજા આપવાની માગણી કરવામાં આવી છે.

શ્રીવાસ્તવે આ માગણી તે સમયે દાખલ કરી હતી જ્યારે દિલ્હીમાં 28 વર્ષના એક છોકરાએ તેની આઠ મહિનાની પિતરાઈ બહેન સાથે બળાત્કાર કર્યો હતો. દિલ્હી યુનિવર્સિટીના લો કેમ્પસના ગોલ્ડ મેડાલિસ્ટ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તેણે આ પછી બીજા એક કેસ વિશે સમાચારમાં સાંભળ્યું અને તેણે તેની તપાસ કરી. આ એક ચોંકાવનારો અનુભવ હતો. તેના માતા-પિતા મજૂરી કરતા હતા અને તેમના પાસે છોકરીની સારવાર કરાવવા માટે પૈસા પણ નહોતા. શ્રીવાસ્તવની માગણી પર બાળકીની તપાસ અને સારવાર કરવામાં આવી, જેમાં જાણવામાં આવ્યું હતું કે આ બાળકી પર તેના મામાએ બળાત્કાર કર્યો હતો. આ પછી તેમણે આ કેસ પર લોકોનું ધ્યાન ખેંચ્યું અને મહારાષ્ટ્રના એક કપલે તેને દત્તક લઈ લીધી.

શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે મારી પણ બે દિકરીઓ છે. તેઓ બળાત્કારના કેસ હાથમાં લેવા માટે કોઈને ના પાડી શકતા નથી, કારણકે તેઓ પોતે એક પિતા છે અને પિતાની ભાવનાને તેઓ સમજી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp