અમિત શાહે કહ્યું-બંગાળમાં અમે સત્તામાં આવ્યા તો...

PC: theindianwire.com

પશ્ચિમ બંગાળમાં ભડકેલી હિંસા બાદ TMC-BJP એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે. એક બાજુ મમતા બેનર્જી ભાજપ પર આકરા શબ્દોમાં હુમલા કરી રહ્યા છે તો આ બાજુ ભાજપના નેતાઓ મમતા બેનર્જી પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ત્યારે હવે અમિત શાહે ફરીએકવાર કહ્યું હતું કે, બંગાળમાં મમતા બેનર્જી સરકારે હિંસાને પ્રોત્સાહન આપ્યું, જ્યારે અમે પ્રચાર મારફતે વિપક્ષ પર હુમલો કરીએ છીએ. તેમણે દાવો કર્યો હતો કે, બંગાળમાં મમતા રાજમાં અમારા લગભગ 60 કાર્યકર્તા માર્યા ગયા છે. રાજ્યની કાયદાવ્યવસ્થાની વાત કરતા અમિત શાહે કહ્યું હતું કે, લૉ એન્ડ ઓર્ડર જોવાનું કામ રાજ્ય સરકારનું છે.

અમિત શાહે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, બંગાળમાં જ્યારે અમારી સરકાર આવશે તો અમે હિંસાને પૂરી કરી દઇશું. મમતા રાજમાં હિંસા વધી છે. નેતાઓને ચૂંટણી પ્રચાર માટે રેલીઓને પરમિશન નથી આપવામાં આવતી.

આ પહેલા ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરીને મંગળવારના રોજ કોલકાતામાં રોડ શો દરમિયાન સમાજ સુધારક ઇશ્વર ચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિને તોડવાને લઇને બુધવારના રોજ તૃણમુલ કોંગ્રેસના ગુંડાને જવાબદાર ઠેરવ્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે, દેશભરમાં છ તબક્કાની ચૂંટણી પૂરી થઇ ગઇ છે, પરંતુ હિંસાની ઘટના ફક્ત પશ્ચિમ બંગાળમાં થઇ રહી છે.a

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp