રાજસ્થાનનાં બુંદીમાં RSSની શાખા પર હુમલો

PC: latestly.com

રાજસ્થાનના બૂંદી જિલ્લામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની શાખા દરમિયાન બે સમુદાયના લોકો વચ્ચે વિવાદ થયો હતો. માહિતી અનુસાર, બુંદીના નવાસગર પાર્કમાં દરરોજ RSS શાખા લગાવવામાં આવે છે. દરમિયાન અન્ય સમુદાયના લોકો પણ તે પાર્કમાં પહોંચી ગયા. બંને બાજુએ કોઈક વાત પર બોલાચાલી થઇ હતી. આ પછી, લોકો હાથમાં ડંડા લઇને મોટી સંખ્યામાં પહોંચ્યા અને શાખામાં યુવાનો પર હુમલો કર્યો. આમાં ઘણાં કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા.

બુંદીના તહસીલદારએ બી.એસ. રાઠોડે કહ્યું કે એક જ સમય પર RSSની શાખા અને મુસ્લિમ સમુદાયનો એક કાર્યક્રમ હતો બગીચામાં થઇ રહ્યો હતો. આ સમય દરમિયાન વિવાદ થયો હતો. પોલીસ કેસની તપાસ કરી રહી છે. તપાસમાં શું આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સ્થિતિ હજુ પણ નિયંત્રણ હેઠળ છે. આ મામલો બુધવારનો હોવાનું સામે આવ્યું છે.

આ બાબત રાજસ્થાન વિધાનસભામાં પણ ઉઠી હતી. ભાજપના ધારાસભ્ય મદન દિલવારે બુંદીમાં RSS શાખા પર હુમલો કરવાનો આરોપ મૂક્યો હતો અને આ મુદ્દો શૂન્ય કલાકમાં ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે બુંદીમાં RSS શાખામાં બાળકો પર એક ખાસ વગર્ના યુવાનોએ હુમલો કર્યો હતો. અમે આવા હુમલાઓને સહન કરીશું નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp