અયોધ્યા ચૂકાદા મામલે જાણો આ રાજકીય નેતાઓએ શું કહ્યું

PC: dailypioneer.com

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના 5 જજોની બેંચે નિર્ણય સંભળાવી દીધો છે. અયોધ્યા ચુકાદામાં મુસ્લિમ પક્ષને મસ્જિદના નિર્માણ માટે 5 એકરની અલગથી જમીનની ફાળવણી કરવામાં આવશે. SCના આ ચુકાદા અંગે જાણો દેશના આ રાજકીય નેતાઓએ શું કહ્યું..

    • રક્ષામંત્રી રાજનાથ સિંહએ કહ્યું, આ એક ઐતિહાસિક નિર્ણય છે. લોકોને અપીલ કરું છું કે તેઓ શાંતિ જાળવે.
    • કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું, દેશની એકતા, સામાજિક સદ્ભાવ અને પરસ્પર પ્રેમ જાળવી રાખવો એ આપણી જવાબદારી છે.
    • બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું, SCના નિર્ણયનો સૌ કોઈએ સ્વીકાર કરવો જોઈએ. તેના પર કોઈપણ રીતનો વિવાદ થવો જોઈએ નહિ. અમે અપીલ કરીએ છે કે, નકારાત્મક વાતાવરણ પેદા ન કરવામાં આવે. આત્મીયતા જાળવી રાખો.
    • કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું, અમને ન્યાયાલયમાં સંપૂર્ણ વિશ્વાસ છે. હું સૌ કોઈને અપીલ કરું છું કે નિર્ણયનો સ્વીકાર કરે અને શાંતિ જાળવી રાખે.
  • ઓડિશાના CM નવીન પટનાયકે કહ્યું, કોર્ટના આદેશનું પાલન કરે અને શાંતિ જાળવી રાખે. ભાઈચારો આપણી ધર્મનિરપેક્ષતાની ઓળખ છે.
  • કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું, અમે શાંતિ પક્ષમાં પહેલેથી જ છે. હું શાંતિનો પૂજારી છું. આપણે કોર્ટના આદેશનું પાલન કરવું જોઈએ.
  • અસ્થાયી રામ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેંદ્ર દાસે કહ્યું, હું દરેકને કોર્ટના આદેશનું પાલન કરવાનું અને શાંતિ જાળવી રાખવાની અપીલ કરું છું.
  • નિર્મોહી અખાડાના પ્રવક્તા કાર્તિક ચોપરાએ કહ્યું, કોર્ટના અમે આભારી છે. તેમણે અમારી 150 વર્ષની લડાઈને ઓળખ આપી.
  • મુસ્લિમ પક્ષકાર ઈકબાલ અંસારીએ કહ્યું, કોર્ટનો નિર્ણય મને માન્ય છે. અમે દરેક દેશવાસીઓને શાંતિ જાળવી રાખવાની અપીલ કરીએ છીએ. ન્યાયાલયનો નિર્ણય દરેક લોકોએ સ્વીકારવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp