અલવર મૉબ લિચિંગઃ પીડિતને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ પોલીસ ચા પીવા ઉભી રહી

PC: ndtv.com

રાજસ્થાનના અલવરમાં ગૌરક્ષાના નામે ભીડે મારી-મારીને રકબર નામના વ્યક્તિનો જીવ લઈ લીધો હતો. આ મામલે અત્યારસુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. અલવરમાં ગૌ તસ્કરીની શંકામાં એક વ્યક્તિની ભીડ દ્વારા પીટાઈ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રકબરને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ અઢી કલાક સુધી રસ્તા પર ગમે ત્યાં ફરી હતી. આ સિવાય પોલીસ ઈજાગ્રસ્ત રકબરને લઈને ચા પીવા પણ ઉભી રહી હતી.

આ કેસમાં પોલીસની ભૂમિકા પર સવાલ ઉભા થતા કેસની તપાસ સીનિયર ઓફિસરોની સોંપી દેવામાં આવી છે. એડિશનલ SP ક્રાઇમ અને વિજિલન્સના એડિશનલ SP હવે આ કેસની તપાસ કરશે, એટલે કે સ્થાનીય પોલીસની ભૂમિકા સવાલોના ઘેરામાં આવ્યા બાદ તપાસ છીનવી લેવામાં આવી હતી.

IGએ જણાવ્યું હતું કે, આ કેસની તપાસ કરવામાં આવશે કે પોલીસને રકબરને હોસ્પિટલ લઈ જવામાં એટલી વાર કેમ લાગી? ગાય તસ્કરીની શંકામાં રકબરની સાથે અસલમની પણ ભીડે પીટાઈ કરી દીધી હતી. પરંતુ અસલમ ભાગી ગયો હતો, પરંતુ રકબર પીટતો રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp