ગુજરાતને ગુજરાતીઓ, તો ઝારખંડને ઝારખંડીઓ જ ચલાવશે: CM સોરેન

PC: thenewskhazana.com

ખતિયાણી જોહર યાત્રા દરમિયાન સોમવારે CM હેમંત સોરેને BJP પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે 20 વર્ષ બાદ રાજ્યમાં પહેલીવાર આદિવાસી મૂળની સરકાર બની, ત્યારપછી BJPના પેટમાં દુ:ખાવો શરૂ થયો. BJPના લોકો સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરીને સરકારને પરેશાન કરી રહ્યા છે, પરંતુ સરકાર ડરવાની નથી. CM સોરેન સોમવારે ખતિયાણી યાત્રા દરમિયાન સભાને સંબોધિત કરી રહ્યા હતા.

તેમણે કહ્યું કે, BJP નફરત અને રમખાણો ફેલાવવાનું કામ કરે છે. બીજી તરફ, રાજ્યની ગઠબંધન સરકાર પ્રેમ અને સંવાદિતા ફેલાવવાનું કામ કરે છે. છેલ્લા 20 વર્ષથી રાજ્યમાં BJPનું શાસન છે. પરંતુ રાજ્યનો વિકાસ થયો નથી. હવે વીસ વર્ષ પછી પહેલીવાર આદિવાસીઓ અને મૂળ નિવાસીઓની સરકાર બની છે અને તેનું પરિણામ સૌની સામે છે. રઘુવર દાસનું નામ લીધા વિના તેમણે કહ્યું કે, ઝારખંડને છત્તીસગઢના લોકો ચલાવતા હતા, તેથી રાજ્ય બરબાદીના આરે પહોંચી ગયું હતું. પરંતુ હવે પ્રથમ વખત રાજ્ય સરકારના અધિકારીઓ અને કામદારો ગામડાઓ અને જંગલોમાં જઈને કામ કરી રહ્યા છે.

BJPને આદિવાસી વિરોધી ગણાવતા CM હેમંત સોરેને કહ્યું કે, BJP નથી ઈચ્છતું કે સત્તા આદિવાસીઓના હાથમાં રહે. તેમણે કહ્યું કે, જ્યારે બંગાળને બંગાળી દ્વારા, ગુજરાતને ગુજરાતીઓ દ્વારા, ઓડિશાને ઓડિયા દ્વારા અને મહારાષ્ટ્રને મરાઠી દ્વારા ચલાવી શકાય છે તો પછી ઝારખંડને ઝારખંડી દ્વારા કેમ ચલાવી શકાય નહીં.

તેમણે કહ્યું કે ઝારખંડ માટે લડાઈ લડનારા લોકોના હાથમાં રાજ્ય ચલાવવાની જવાબદારી આપવામાં આવી છે. આ જવાબદારી વધુ સારી રીતે નિભાવવામાં આવી રહી છે.

CM સોરેને કહ્યું કે, BJP આદિવાસીઓનું કલ્યાણ ઈચ્છતી નથી. આ જ કારણ છે કે BJPના આદિવાસી CMઓ બાબુલાલ મરાંડી અને અર્જુન મુંડાને તેમનો કાર્યકાળ પૂરો કરવા દેવામાં આવ્યો ન હતો. શ્રમ મંત્રી સત્યાનંદ ભોક્તાએ પણ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. સ્વાગત પ્રવચન સિમડેગાના ધારાસભ્ય ભૂષણ બાડાએ કર્યું હતું. ધારાસભ્યો વિક્સલ કોંગડી અને ભૂષણ તિર્કીએ પણ તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.

આ પ્રસંગે CM સોરેને સરકાર દ્વારા ચલાવવામાં આવતી, સર્વ જન પેન્શન યોજના, મુખ્યમંત્રી રોજગાર સર્જન યોજના, મુખ્યમંત્રી પશુધન યોજના, સાવિત્રીબાઈ ફૂલે કિશોરી સમૃદ્ધિ યોજના, દીદી બારી યોજના, સોના સોના સોબરન ધોતી સાડી યોજના, ફૂલોં ઝાનો આશીર્વાદ યોજના જેવી અનેક યોજનાઓ વિશે લોકોને માહિતી આપી હતી. તેમણે લોકોને આ યોજનાઓમાં જોડાવા અને અન્ય લોકોને પણ જોડવા માટે પ્રેરણા આપવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, હવે ઝારખંડમાં કોઈપણ વૃદ્ધ વ્યક્તિ પેન્શન વગર નહીં રહે. જ્યારે, છોકરીઓ ભણી ગણીને આગળ વધે તે માટે સરકારે કિશોરી સમૃદ્ધિ યોજના સહિત ઘણી યોજનાઓ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp