દિવાળી પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને BJP સાંસદે આપ્યો પડકાર

PC: twitter.com/drchintamani

સુપ્રીમ કોર્ટ દ્વારા દિવાળી પર ફટાકડા ફોંડવાને લઇ આપવામાં આવેલા આદેશનું મધ્ય પ્રદેશના ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ ચિંતામણી માલવીયએ વિરોધ કર્યો છે. તેમણે એલાન કર્યું છે કે, તે સુપ્રીમ કોર્ટના આદેશને નહી માને. ચિંતામણીએ ટ્વિટ કરીને લખ્યું કે, તેમને હિંદુ પરંપરાઓમાં કોઇની ઘૂષણખોરી પસંદ નથી અને આ માટે તેઓ કોઇ પણ પ્રકારની હદ પાર કરવા તૈયાર છે.

ઉલ્લેખનિય છે કે, સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં સોમવારે જ નિર્ણય આપ્યો હતો. નિર્ણય આવ્યા બાદ ઉજ્જૈનથી BJPના સાંસદ ચિંતામણી માલવીયએ એક નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું છે કે,'હું દિવાળીની ઉજવણી મારી પરંપરાથી જ કરીશ. રાત્રે લક્ષ્મી પૂજન કર્યા પછી 10 વાગ્યા બાદ જ ફટાકજા ફોડીશ. હું મારી હંદુ પરંપરામાં કોઇની દખલઅંદાજી સહન કરીશ નહી'.

આ સાંસદ મહોદય માત્ર અહિંયા જ અટક્યા નહી. તેમણે કહ્યું છે કે, પોતાની ધાર્મિક પરંપરાઓ માટે મારે જો જેલ પણ જવું પડ્યુ તો જરૂરથી જઇશ. તમને જણાવી દઇએ કે, માલવીય પહેલા પણ વિવાદાસ્પદ નિવેદનો આપતા રહ્યાં છે. આ વખતે તેમણે સુપ્રીમકોર્ટને સીધો પડાકાર ફેંક્યો છે. તેમના આ નિવેદન પર પાર્ટીએ મૌન સાધી લીધુ છે. કોઇ પણ નેતા કંઇ પણ કહેવા માચે તૈયાર નથી. પાર્ટીના મુખપત્ર ચરૈવેતિની વેબસાઇટ પર પણ આ નિવેદન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp