CM યોગી આદિત્યનાથના ભાઈ ચાની દુકાન ચલાવે છે? જાણો સત્ય

PC: facebook.com

સોશિયલ મીડિયા પર હાલ એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, યોગી આદિત્યનાથના ભાઈ ચાની દુકાન ચલાવે છે. આ અંગે ધારાસભ્ય નીલમ ચર્તુવેદીએ Facebook પર એક પોસ્ટમાં લખ્યુ હતુ કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદરણીય યોગીજીના ભાઈ છે, જે ચાની દુકાન ચલાવી રહ્યા છે, કોંગ્રેસના કોઈપણ મોટા નેતાના ભાઈ આ પ્રકારના હોય તો ચોક્કસથી પોસ્ટ કરજો. આ પોસ્ટને 23000થી વધુ લોકો શેર કરી ચૂક્યા છે.

જોકે, આ અંગે શોધ કરતા આ ખબર ફેક હોવાનું જણાયુ છે. આ અંગે તપાસ કરતા જણાવ્યુ હતુ કે, આ ફોટામાં જે વ્યક્તિ છે તે CM યોગીનો ભાઈ નથી. એટલું જ નહીં પરંતુ તે, CM યોગીના પરિવારમાંથી પણ નથી. CM યોગીનો કોઈ ભાઈ ચાની દુકાન નથી ચલાવતો. યોગી આદિત્યનાથના ત્રણ ભાઈ અને ત્રણ બહેન છે. ફોટામાં જે વ્યક્તિ દેખાઈ રહી છે, તેનો ચહેરો યોગી આદિત્યનાથના ભાઈને મળતો આવે છે, પરંતુ તે તેમનો ભાઈ નથી.

उत्तर प्रदेश के मुख्यमंत्री आदरणीय योगी जी के भाई हैं जो चाय का दुकान चला रहे है, कांग्रेस के कोई भी बड़े नेता का भाई इस तरह का हो तो जरूर पोस्ट कीजिएगा।

Posted by नीलम चतुर्वेदी विधायक on Thursday, 7 February 2019

યોગી આદિત્યનાથ અને હોલિવુડ એક્ટર વિન ડિઝલને લઈને પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ રહી છે. ઘણીવાર મજાકમાં તો ઘણીવાર ભાઈ, મિત્ર બતાવીને.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp