1 એપ્રિલથી અત્યાર સુધીમાં 26,242 કરોડનું રીફંડ આપવામાં આવ્યુઃ CBDT

PC: youtube.com

કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડે (CBDT) 1 એપ્રિલ 2020થી 21 મે 2020 સુધીના સમયગાળામાં 16,84,298 કરદાતાઓને રૂ. 26,242 કરોડ જેટલી રકમ કરવેરાના રીફંડ પેટે ચુકવી છે. આ સમયગાળા દરમિયાન 15,81,906 કરદાતાને રૂપિયા 14,632 કરોડ આવકવેરા રીફંડ પેટે ચુકવવામાં આવ્યા છે અને 1,02,392 કરદાતાને રૂપિયા 11,610 કોર્પોરેટ કરવેરાના રીફંડ પેટે ચુકવવામાં આવ્યા છે.

અત્રે જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગયા અઠવાડિયે આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરી ત્યારબાદ રીફંડની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે અને રીફંડની ચુકવણી વધુ ઝડપથી કરવામાં આવી રહી છે. CBDTએ 16 મેના રોજ પૂરા થયેલા અગાઉના અઠવાડિયામાં એટલે કે 9 મેથી 16 મે 2020 દરમિયાન 37,531 આવકવેરા કરદાતાને કુલ 2050.61 કરોડનું રીફંડ ચુકવ્યું હતું જ્યારે 2878 કોર્પોરેટ કરદાતાને રૂ. 867.62 કરોડ રીફંડ પેટે ચુકવ્યા હતા.

આ અઠવાડિયા દરમિયાન એટલે કે, 17 મેથી 21 મે 2020 દરમિયાન વધુ 1,22,764 આવકવેરા કરદાતાને રૂ. 2672.97 કરોડ અને MSME, પ્રોટરાઇટરીઝ, ભાગીદારી પેઢી વગેરે સહિત 33,774 કોર્પોરેટ કરદાતાને રૂ. 6714.34 કરોડ રીફંડ પેટે ચુકવ્યા હતા. આમ કુલ 1,56,538 કરદાતાને રૂ. 9387.31 કરોડ જેટલી રકમ આ અઠવાડિયે રીફંડ પેટે ચુકવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp