ઝૂંપડીમાં લાખો રૂપિયા જોઇને પોલીસના પણ હોંશ ઉડી ગયા

PC: aajtak.intoday.in

મધ્ચપ્રદેશની રાજધાની ભોપાલમાં આવકવેરા વિભાગે ઝૂંપડપટ્ટીમાં પહેલા એક વ્યક્તિના ઘરે 24 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. પોલીસે આ મામલો હવાલા રેકેટ સાથે સંકળાયો હોવાની શંકા દર્શાવી છે. આરોપી બેગમાં 24 લાખ રૂપિયા લઇને ક્યાંક જઇ રહ્યો હતો ત્યારે પોલીસે તેની શંકાના આધારે ધરપકડ કરી હતી. જ્યારે તેની તપાસ કરવામાં આવી તો પોલીસ અઘિકારીઓ હેરાન રહી ગયા હતા કારણ કે તેની બેગમાંથી પૂરાં 24 લાખ રૂપિયા મળ્યા હતા.

જાણકારી પ્રમાણે, જહાંગીરાબાદ પોલીસે ભીમનગર દુર્ગા મંદિર પાસેની ઝુંપડપટ્ટીમાં રહેતા રાજેશ પાલની 24 લાખ રૂપિયા સાથે ધરપકડ કરી હતી. પોલીસને શંકા છે કે આરોપી બેગમાં કેશ લઇને ડીલિવરી માટે જઇ રહ્યો હતો.

જ્યારે રાજેશની પૂછપરછ કરવામાં આવી તો તેણે કહ્યું કે, આ પૈસા દવાના વેપારી સિદ્ધાર્થ સિન્હાએ તેને આપ્યા છે. ત્યારબાદ પોલીસે તે વેપારીને પૂછપરછ કરી હતી જે પૈસાનો સ્ત્રોત આપી શક્યો ન હતો.

કોઇ માહિતી ન મળતા આવકવેરા વિભાગે આ કેસ તપાસ ટીમને મામલો સોંપી દીધો હતો. વિભાગને લાંબી પુછપરછ બાદ પણ કોઇ માહિતી મળી ન હતી.

આવકવેરા વિભાગને આશંકા છે કે આ પૈસા હવાલા રેકેટ વડે પહોંચાડવામાં આવી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp