કોંગ્રેસના સાંસદે આ કારણે ટ્રેન રોકાવી દીધી

PC: ndtvimg.com

અમૃતસરના કોંગ્રેસના સાંસદ જી. એસ. ઔજલાએ કહ્યું કે ટ્રેનના શૌચાલયમાં પાણીની તંગીના કારણે યાત્રીઓની ફરિયાદ બાદ પાણી ભરવા માટે તેમણે ટ્રેનની ઇમરજન્સી ચેઇન પુલ કરવી પડી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેલવેના સીનીયર અધિકારીઓ સાથે જી. એસ. ઔજલાએ અમૃતસરમાં શતાબ્દી એક્સપ્રેસ સહિત ઘણી ગાડીઓમાં સરપ્રાઈઝ વિઝિટ કરી હતી.

કોંગ્રેસના સાંસદે એવો દાવો કર્યો હતો કે ટાટા મૂરી એક્સપ્રેસના મુસાફરોએ તેમને ફરિયાદ કરી હતી કે અમે ટોયલેટ પણ નથી જઈ શકતા કારણ કે ટ્રેનમાં પાણી નથી હોતું. આ પછી પાણીની ટાંકી ભરવા માટે તેમને ગાડીની ઇમરજન્સી ચેઈન પુલ કરવી પડી.

તેમણે કહ્યું કે તેમણે કર્મચારીઓને ટ્રેનમાં પાણી ભરવા માટે કહ્યું પરંતુ ગાડીના ચાલકે તેના પર કોઈ ધ્યાન નહીં આપ્યું. 'આથી મેં ટ્રેનની ચેઈન પુલ કરીને તેને રોકવી દીધી.' તેમણે કહ્યું કે ત્યાર બાદ ટ્રેન ઉપાડવા પહેલાં તેમાં પાણી ભરવામાં આવ્યું અને ટોયલેટની સફાઈ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp