કોરોનાને કારણે કોલ ઇન્ડિયાના કર્મચારીના મૃત્યુને આકસ્મિક મૃત્યુ ગણવામાં આવશે

PC: PIB

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી પ્રહલાદ જોશીએ ઝારખંડની એક દિવસીય મુલાકાત દરમિયાન રાંચીમાં મીડિયા સાથે વાત કરતી વખતે જણાવ્યું હતું કે, કોલ ઇન્ડિયાના કોઇપણ કર્મચારીનું કોવિડ-19ના કારણે મૃત્યુ થાય તો તેને આકસ્મિક મૃત્યુ ગણવામાં આવશે અને ફરજ પર આકસ્મિક મૃત્યુના કિસ્સામાં કર્મચારીઓના પરિવારજનોને આપવામાં આવતા તમામ આર્થિક લાભો આવા કિસ્સામાં પણ આપવામાં આવશે.

પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, કોલ ઇન્ડિયામાં અંદાજે 4 લાખ ઓન રોલ અને કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ છે અને તમામને આ નિર્ણયનો લાભ આપવામાં આવશે. આજદિન સુધીમાં જે કર્મચારીઓ કોવિડના કારણે મૃત્યુ પામ્યા હોય તેમના વારસદારોને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવશે. પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, કોલ ઇન્ડિયાના કર્મચારીઓ પોતાના જીવને જોખમમાં મુકીને કોવિડ મહામારીના સમયમાં આ અસાધારણ કામગીરી કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, તેઓ અથાક સેવા આપી રહ્યા છે. આથી જ તેમને કોલ યોદ્ધા કહેતા મને ગૌરવ થાય છે. મેં માત્ર રાષ્ટ્ર પ્રત્યે તેમની અમૂલ્ય સેવાની કદર કરવાના આશયથી આ જાહેરાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp