1.3 અરબ ભારતીયને ડિજિટલી સશક્ત બનાવશે નવી દૂરસંચાર નીતિ

PC: thecsrjournal.in

બુધવારે યોજાયેલા સેટકોમ સંમેલન ઈન્ડિયા સેટકોમ-2017માં અંતરિયાળ વિસ્તારોમાં બ્રોડબેન્ડ પહોંચાડવા, સેટેલાઈટ મોબિલીટી, ઈનફ્લાઈટ કનેક્ટીવીટની સાથે 5G સહિત નવી ટેકનીક અને નવાચાર પર ચર્ચા કરવામાં આવી હતી.
સંમેલનના મુખ્ય અતિથિ મનોજ સિંહાએ કહ્યું હતું કે નવી રાષ્ટ્રીય દૂરસંચાર નીતિ 2018માં પ્રધાનમંત્રીના ડિજીટલ ઈન્ડિયાના વિઝનને સામિલ કરવામાં આવ્યું છે. આ નીતિમાં આશરે 1.3 અરબ નાગરિકોને ડીજીટલ રૂપથી સશક્ત બનાવવામાં આવશે. આ સિવાય સેટેલાઈટ કોમ્યુનિકેશન પર વધઉ ધ્યાન આપવામાં આવ્યું છે, જેમાં દેશના અંતરિયાળ વિસ્તારોને ડિજીટલ ક્નેક્ટીવીટીથી જોડી શકાય.

તેમણે એ પણ કહ્યું હતું કે, 'દરેક ભારતીયને ઈન્ટરનેટ મળી રહે તેવા સરકારના પ્રયાસો ચાલુ છે. આમાં નવીન ટેકનીક અને સેટેલાઈટ બ્રોડબેન્ડ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આગળના ત્રણ મહિનાઓમાં આ નીતિ પર ઠોસ કદમ ઉઠાવવામાં આવશે.'

દૂરસંચાર સેવાઓ પર વર્તમાન સરકાર જેટલું કાર્ય કરી રહી છે તેટલું પાછળની કોઈ સરકારે કર્યું નથી. ઈન્ડિયા સેટકોમ-2017ના પ્રમુખ સેટેલાઈટ ઓપરેટરો, વીસેટ સર્વિસ પ્રોવાઈડર, દૂર સંચાર સર્વિસ પ્રોવાઈડર, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરો સિવાય અન્ય ક્ષેત્રોના ઉદ્યોગ વિશેષજ્ઞોએ પણ ભાગ લીધો હતો.

દૂરસંચાર આયોગની અધ્યક્ષ અરુણા સુંદરરાજને કહ્યું હતું કે, 'ડિજીટલ બદલાવ એક લક્ઝરી નહીં, પરંતુ હવે એક આવશ્યકતા બની ગઈ છે. 2018માં આ નીતિ ઘણી મહત્ત્વની બની રહેશે. સરકારે ખાતરી આપી છે કે દેશના દરેક ખૂણામાં ઈન્ટરનેટ પહોંચાડવામાં આવશે. આ કરવાથી મેક ઈન ઈન્ડિયાને પણ બુસ્ટ મળશે, જેને લીધે નવી નોકરીની તકો પણ વધશે.'

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp