ગુજરાતમાં કોની સરકાર બને છે? જાણો એક્સપર્ટ ઓપિનિયન

PC: khabarchhe.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દ્વિતીય અને અંતિમ તબક્કની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ચૂંટણીનાં સમગ્ર સિનારીયોમાં ગુજરાતનાં તંત્રીઓ અને એક્સપર્ટ ઓપિનિયન ભાજપ ફરી એક વાક સત્તાનાં સૂત્રો હાંસલ કરી રહ્યો હોવાનું તારણ આપી રહ્યા છે.

કોલમનિસ્ટ, લેખક અને રાજકીય વિશ્લેષક કૃષ્ણકાંત ઉનડકટે કહ્યું કે ચૂંટણીમાં કોઈ વેવ જોવા મળી રહ્યો નથી. પરંતુ ભાજપ માટે આસાન નથી. 24 વર્ષનો યુવાન હાર્દિક પટેલ ભાજપને હંફાવી જાય છે એ બતાવે છે ભાજપ માટે સ્થિતિ રસાકસીપૂર્ણ રહેલી છે. જોકે, સરકાર ભાજપની આવી રહી છે. પણ ભાજપની એક સીટ પણ ઓછી તો એની અસર ભાજપ અને પીએમ મોદીનાં ગુજરાત મોડલ પર પડ્યા વગર રહેવાની નથી. ગુજરાત મોડલ થકી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યા હતા. ભાજપની ઈમેજ ઘસાય એ ભાજપને કોઈ પણ રીતે પોસાઈ શકે એમ નથી.

તેમણે કહ્યું કે એક સારી વાત એ થઈ છે કે ગુજરાતને હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીરૂપે નવી નેતાગીરી મળી છે. હાર અને જીત એ અલગ વાત છે. તમામ પરિબળો જોતાં ભાજપ સરકાર બનાવી લેશે એવું હાલ લાગી રહ્યું છે.

ભાસ્કર ગ્રુપનાં એક્ઝિકયુટીવ એડિટર અજય નાયકે જણાવ્યું કે ઓછું વોટીંગ થયું છે જે શાસક પક્ષ માટે જોખમી બની શકે છે. સરકાર સામે રોષ કે આક્રોશનો મુદ્દે વોટીંગમાં એટલો બધો જોવા મળ્યો નથી. જે કોઈ પણ પક્ષ સરકાર બનાવશે એ સાદી બહુમતિ સાથે જ સરકાર બનાવશે. જે 2/3 બહુમતિના વાત કરાતી હતી તેનાં બદલે કોઈ પણ પક્ષ સરકાર બનાવશે તેની પાસે 94થી 100 જેટલી જ બેઠકો રહેશે.

સુરતથી પ્રસિધ્ધ થતાં હોટલાઈનનાં તંત્રી વિક્રમ વકીલે જણાવ્યું કે ભાજપની સરકાર બનવાની શકયતા લાગી રહી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફાયદો થઈ રહ્યો છે. સુરત સિટીમાં પણ કોંગ્રેસની સીટ વધી રહી છે. જિલ્લામાં પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ફિફટી-ફિફટી સીટનાં ચાન્સીસ છે.

આમ એક્સપર્ટ ઓપિનિયન જોતાં ગુજરાતમાં ભાજપની સરકાર બનવાની શક્યતા જોવા મળી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 18મી તારીખે જાહેર થવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp