40 પુસ્તકોના લેખક ખેડૂતનું ખેતર યુનિવર્સિટી બની ગયું

PC: khabarchhe.com

કૃષિ પ્રધાન ગુજરાતમાં ખેડૂતો બીજાના માટે ખરાઅર્થમાં જીવે છે, ત્યાં સુધી આ દેશ માટે ખેડૂતોની ખરી આશા જીવે છે. ભાવનગરના ગઢડા તાલુકાના માલપરા ગામે 67 વર્ષના હિરજીભાઈ ભીખાભાઈ ભીંગરાડિયાએ 9327572297 પોતાની 16 હેક્ટર જમીનને મોડેલ ફાર્મમાં ફેરવી નાંખીને આસપાસના ખેડૂતોને મફત તાલીમ અને નિદર્શન આપે છે. જેથી બીજા ખેડૂતો આગળ આવે. એ તો ઠીક કૃષિ નિયામક પણ તેમના ખેતર પર આંટો મારી ગયા છે. રોજ એક બસ તેમના ખેતરના શેઢે ઉભી હોય છે. કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમની વાડીએ અભ્યાસ કરવા આવે છે. હિરજીભાઈની વાત અહીં પુરી થતી નથી. તેમણે પોતાના 50 વર્ષના ખેતીના અખતરા અને અનુભવના આધારે ખેતી અને ખેતીની આસપાસના 40 પુસ્તકો લખ્યા છે. થોડા સમય પહેલાં જ તેમણે લેપટોપ ખરીદ્યું છે અને હવે ખેતરની તમામ વિગતો લેપટોપમાં રાખે છે. પોતાના ખેતરને કૃષિ યુનિવર્સિટીમાં ફેરવી નાખ્યું છે. લોકભારતી સણોસરામાંથી કૃષિ સ્નાતક બન્યા પછી તુરંત તેમણે ખેતી કરવાનું શરૂ કર્યું હતું. 50 વર્ષના ખેતીના અનુભવે તેમને ખેડૂતોના ખેડૂત બનાવી દીધા છે.

તેમને 28 એવોર્ડ મળી ચૂક્યા છે. અવનવા સંશોધનો અને કૃષિ યુનિવર્સિટી કે વિજ્ઞાનીઓ ન કરી શકે તે તેમણે એકલા હાથે કરી બતાવ્યું છે. તેમનું 29 વ્યક્તિઓનું સંયુક્ત કુટુંબ છે.

27 વર્ષથી ડ્રીપ સિંચાઈ કરે છે. 14 વર્ષથી સજીવ ખેતી કરે છે. સજીવ ખેતી માટે સેન્દ્રીય ખાતર અને અળસિયાનું વર્મીકંપોસ્ટ ખાતર તૈયાર કર્યું છે. ઉપર છાંટો અને નીચે સીમેન્ટકોંક્રીટનું પ્લેટફોર્મ બનાવીને તેમાં અળસીયા પેદા કરે છે. 10 ટકા છાણ અને 90 ટકા ખેતરનો નકામો કચરો ભેગો કરીને વર્મીસંપોસ્ટ બનાવે છે. બાયો કલ્ચર અને જીવામૃત બનાવીને ઉપયોગમાં લે છે. 40 એકર જમીનમાં સજીવ ખેતીની આવક રૂ.8.50 લાખ સુધી મેળવે છે. જે સજીવ ખેતી પહેલાં માંડ રૂ.3 લાખ મળતી હતી. તેમની જમીન સુકી છે બધા જ પાક થતાં નથી.

બીજા ખેડૂતો દૂધી એક કિલો પકવતાં હોય તો તેઓ અઢી કિલો પકવી શકે છે. તે માટે સામાન્ય ટેકનીક છે. તે કહે છે કે, દૂધીનાં વેલામાં બે પ્રકારના ફૂલ હોય છે એક માદા અને બીજા નર. જો સતત નર ફૂલ રહે તો દૂધી પુરી ઊતરતી નથી. તેથી વેલાની વધારે ફૂટ નિકળે તેવું કરીને પછી જ્યાં ફૂટ નિકળે ત્યાં તે વેલો થોડો વધે એટલે તેનો આગળનો ભાગ કાપી નાંખવામાં આવે તો બે દૂધી થતી હોય તો છ દૂધી થવા લાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp