દેશી WWE, આઈનસ્ટાઈન લુકવાળા કાકા પડ્યા બધા પર ભારી, જુઓ વીડિયો

PC: twitter.com

ઉત્તર પ્રદેશના બાગપતમાં સોમવારે બે પક્ષો વચ્ચે રસ્તા પર લાકડી-દંડાથી મારપીટનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વિવાદ બે ચાટ દુકાનદારોની વચ્ચે શરૂ થયો હતો. અસલમાં બડૌત કોતવાલી ક્ષેત્રના મેઈન માર્કેટમાં એક ચાટ દુકાનદારે બીજા ચાટ દુકાનદારના ગ્રાહકને પોતાની પાસે બોલાવ્યો હતો. પછી શું માર્કેટ રણભૂમિમાં ફેરવાઈ ગયું અને એવું યુદ્ધ છેડાયું કે જેને તક મળી તેણે બહેતી ગંગામાં પોતાના હાથ ધોઈ લીધા. હવે વીડિયો પર લોકો ઘણા ફની મીમ્સ વાયરલ થઈ રહ્યા છે અને આ લડાઈમાં મુખ્ય પાત્ર ભજવનારા કાકા પર લોકો વ્યંગ કરીને તેમને હીરો બનાવી રહ્યા છે.

ચાટની બંને દુકાનો એકબીજાની સામ સામે હતી. ગ્રાહકને લઈને થયેલા વિવાદ પછી માર્કેટ રણભૂમિમાં ફેરવાઈ ગયું હતું. જોત-જોતામાં બંને દુકાનદારોના સમર્થકો લાકડી-દંડા લઈને સુરક્ષાબળોની જેમ મેદાનમાં ઉતરી આવ્યા હતા અને એકબીજાને બરાબરની લાકડીઓ ફટકારવા લાગ્યા હતા. જ્યારે જેને મારવાની તક મળી તો બધાએ એકબીજાને બરાબરના માર્યા હતા. મારપીટના આ પાંચ મિનિટના વીડિયોમાં બ્લૂ કલરનો કુર્તો પહેરેલા અને લાંબ વાળવાળા કાકા બધા પર ભારે પડતા જોવા મળી રહ્યા છે, જેમણે ઘણા લોકોની પીટાઈ કરી હોવાનું વીડિયોમાં જોવા મળી છે.

જોકે કેટલાંક લોકો તેમને પણ મારતા હોવાનું વીડિયોમાં જોવા મળશે. બંને જૂથમાં જબરજસ્ત સંઘર્ષ થયેલો જોવા મળે છે. તેના પછી ઘટના સ્થળે પહોંચી પોલીસે બંને જૂથના લોકોને શાંત કરાવ્યા હતા અને તેના પછી લાંબા વાળવાળા કાકા સિહત 8 લોકોને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. મારપીટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેના પછી લોકો આ લાલ કલરના લાંબા વાળવાળા કાકા પર અલગ અલગ મીમ્સ બનાવીને શેર કરી રહ્યા છે.

મારપીટની આ ઘટનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર કાકાને લઈને લોકો મીમ્સ બનાવતા તેને બાગપતની પહેલી લડાઈ તો કોઈ તેને ચાટની પહેલી લડાઈ કહેવા લાગ્યા છે. કેટલાંક લોકોએ મીમ્સ દ્વારા એ પણ જણાવી દીધું કે અનુરાગ કશ્યપ જ્યારે ફિલ્મ બનાવશે તો તેનું પોસ્ટર કેવું હશે. આ હાથાપાઈમાં કેટલાંક લોકોને ઈજા પણ પહોંચી છે અને તેમની સારવાર નગરની સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે. બંને પક્ષોએ એકબીજા પર આરોપ લગાવ્યા છે. ઘટના અંગે વધુ તપાસ પોલીસ કરી રહી છે.     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp