પૂર્વ રક્ષામંત્રી એકે એન્ટનીના પુત્રનું કોંગ્રેસમાંથી રાજીનામું, આ કારણ આપ્યું

PC: twitter.com

કેરળના કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એકે એન્ટનીના પુત્ર અનિલ કે એન્ટનીએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ટ્વિટર પર આ માહિતી આપતાં તેમણે કહ્યું છે કે તેમને એવા લોકોએ ટ્વીટને હટાવવા માટે કહ્યું કે જેઓ ફ્રી સ્પીચની વકાલત કરે છે. તાજેતરમાં જ અનિલ એન્ટનીએ બીબીસી ડોક્યુમેન્ટરીને લઈને કોંગ્રેસ પાર્ટીના સ્ટેન્ડ પર સવાલ ઉઠાવ્યા હતા.

પોતાના રાજીનામામાં અનિલ એન્ટનીએ લખ્યું છે કે, 'ગઈકાલથી બનેલી ઘટનાઓ બાદ મારા માટે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપવું જ યોગ્ય છે. હું કર્ણાટક કોંગ્રેસના ડિજિટલ મીડિયા સંયોજક, AICC સોશિયલ મીડિયા અને ડિજિટલ કોમ્યુનિકેશન સેલના રાષ્ટ્રીય સહ-સંયોજકના પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.' અનિલ એન્ટનીએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ નેતૃત્વ માત્ર કેટલાક ચમચાઓ સાથે જ કામ કરવા માંગે છે.

અનિલ એન્ટનીએ મંગળવારે ટ્વીટ કર્યું હતું. તેમાં તેમણે લખ્યું, 'ભાજપ સાથે મોટા પાયા પર મતભેદ હોવા છતાં બ્રિટિશ સરકારની સત્તાવાર મીડિયા ચેનલ BBCનો અભિપ્રાય રજૂ કરવો યોગ્ય નથી. આનાથી આપણી સાર્વભૌમત્વને અસર થશે અને તેનાથી ખતરનાક ટ્રેંડ ઉભો થશે.' આ ટ્વીટના કારણે તેમને કોંગ્રેસમાં વિરોધનો સામનો કરવો પડ્યો.

જણાવી દઈએ કે કેરળ કોંગ્રેસના લઘુમતી સેલના પ્રમુખ શિહાબુદ્દીને જાહેરાત કરી છે કે 26 જાન્યુઆરીએ કેરળ કોંગ્રેસના તમામ જિલ્લા કાર્યાલયોમાં આ ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ કરવામાં આવશે. આ પહેલા મંગળવારે જેએનયુમાં પણ આ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું, જેને લઈને ભારે હોબાળો અને પથ્થરમારો પણ થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp