અટલ બિહારી વાજપેયીની તબિયત નાજુક, વેન્ટીલેટર પર છે પૂર્વ PM

PC: intoday.in

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી તબિયતને લઈને AIIMS તરફથી કહેવામાં આવ્યું છે કે તેમની હાલત ખૂબ નાજુક છે, છેલ્લા 24 કલાકમાં તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નથી.

આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અટલ બિહારી વાજપેયીને જોવા માટે AIIMS પહોંચ્યા હતા. મંગળવારે અટલ બિહારી વાજપેયીની તબિયત વધુ ખરાબ થઈ પછી PM મોદીએ તેમની મુલાકાત લીધી હતી. અટલ બિહારી વાજપેયીને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. PM મોદી લગભગ 45 મિનિટથી વધુ સમય સુધી AIIMSમાં હતા.

93 વર્ષના પૂર્વ વડાપ્રધાન અને ભાજપના સિનિયર નેતા અટલ બિહારી વાજપેયી ગત 11 જૂનથી હોસ્પિટલમાં દાખલ છે. PM મોદી રોજ અટલ બિહારી વાજપેયીની મેડિકલ કંડીશનની જાણકારી લેતા રહે છે. PM મોદી અગાઉ બુધવારે સાંજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ AIIMSમાં અટલ બિહારી વાજપેયીની મુલાકાત લેવા પહોંચ્યા હતા.

સૂત્રો અનુસાર AIIMSમા દાખલ અટલ બિહારી વાજપેયીની હાલત છેલ્લા 24 કલાકમાં વધુ બગડી ગઈ છે. તેમના યુરિન અને કિડનીમાં ઇન્ફેકશન વધી ગયું છે. ડોક્ટરોની ટીમ તેમની દેખરેખ રાખી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp