દિવાળી બાદ સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતને ધમરોળશે હાર્દિક, 10 જંગી સભા

PC: facebook.com/HardikPatel

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથા પર છે. ભાજપ અને કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતાઓ જેવાં કે પીએમ મોદી અને રાહુલ ગાંધીએ ગુજરાતમાં મેરેથોન પ્રચાર શરૂ કર્યો છે ત્યારે પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલે દિવાળી બાદ સમગ્ર ગુજરાતનાં ગામડાઓમાં ખેડુત સભાઓનું આયોજન કર્યું છે. હાર્દિક સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં દસ સભાની સાથે સાથે રેલીઓને પણ સંબોધન કરવાનો છે.

પાટીદાર અનામત આંદોલનની સાથે હાર્દિકે ખેડુતોની સમસ્યાને લઈ જન આંદોલન શરૂ કરી દીધું છે. હાર્દિકે કહ્યું કે 31મીએ સરદાર પટેલની જયંતિના દિવસેથી અલગ-અલગ પ્રકારનાં સંમેલનો યોજવામાં આવનાર છે. ભાવનગરનાં ઉમરાળા ખાતે શહેરે પકડી ગામની વાટ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંવાદ થકી પ્રથમ વાર ખેડુતોને શહેરોમાં લઈ જઈશું. અમદાવાદ-સુરત સહિતનાં શહેરોમાં ગામડેથી આવીને વસેલા ખેડુત અને પાટીદાર સમાજને તેમની સ્થિતિથી માહિતગાર કરવામાં આવશે અને તેમને પોતાની હાલત અંગે સમજણ આપવામાં આવશે.

હાર્દિકનાં કાર્યક્રમો

  • 22 ઓક્ટોબર વાઘોડિયામાં ખેડુત, લુણાવાડામાં યુવા સંમેલન
  • 23 ઓક્ટોબર અમદાવાદનાં માડલમાં પાટીદાર આક્રોશ રેલી
  • 24 ઓક્ટોબર જામનગર પાસે કાલાવડમાં સંકલ્પ સભા
  • 25 ઓક્ટોબર ગઢડા પાસેનાં માંડવધારામાં નવ પ્રસ્થાન સભા
  • 26 ઓક્ટોબર ઉમરાળામાં શહેરે પકડી ગામડાની વાટ સંવાદ
  • 27 ઓક્ટોબર ખાંભામાં ખેડુતોનાં દેવા માફી કરો સંમેલન
  • 28 ઓક્ટોબર પાલિતાણા અને ગારિયાધારમાં યુવાક્રાંતિ સભા
  • 29 ઓક્ટોબર ભાવનગરમાં પાટીદાર એકતાનો રોડ શો
  • 31 ઓક્ટોબર મોરબીમાં એક શામ સરદાર કે નામ કાર્યક્રમ

હાર્દિકે કહ્યું કે અત્યાર સુધી શહેરમાંથી આવેલા નેતાઓ નક્કી કરતા હતા કે ગામડામાં કોને વોટ આપવો પણ હવે ગામડાનાં લોકો શહેરીજનોને કહેશે કે કોને વોટ આપવો. શહેરનાં આગેવાનો, સુખી-સંપન્ન લોકો સુધી ખેડુતો જશે. આ ઉપરાંત ખેડુતોનાં દેવા માફી, બેરોજગારી, પાટીદારોની એકતા સહિતનાં સળગતા મુદ્દાને આવરી લઈ સભા અને રેલીઓનું પણ આયોજન કરવામાં આવશે. ભાવનગરમાં રોડ શો દ્વારા પાટીદારોનું શક્તિ પ્રદર્શન કરવામાં આવશે.

હાર્દિકે વધુમાં કહ્યું કે પાટીદાર અનામત આંદોલન સમિતિ દર વર્ષે સરદાર પટેલની જયંતિની ઉજવણી કરે છે. આ વખતે મોરબીમાં એક શામ-સરદાર કે નામ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં એક લાખ કરતાં વધુ પાટીદારો હાજર રહેવાના છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp