4 કરોડના મોહમાં જો ઇમેલ ખોલશો, તો મોટી રકમ ગુમાવવી પડશે: RBI

PC: economictimes.indiatimes.com

ભારતમાં જે ઝડપે ડિજીટલાઇઝેશન થઇ રહ્યું છે તેની સાથે સાયબર ફ્રોડના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. અનેક એવા કેસો સામે આવ્યા છે, જેમાં ફ્રોડ કરનારા ઠગો સરકારી ઓફિસના નામ પર તમને લોભાવવાની કોશિશ કરી રહ્યા છે. આવી અનેક ઓફર્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છ, વાયરલ મેસેજમાં એવું કહેવામાં આવે છે કે આ મેસેજ RBI તરફથી મોકલવામાં આવ્યો છે.

ઘણા લોકો છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે અને મોટા નાણાંના કૌભાંડો સામે આવી રહ્યા છે, ભારતીય રિઝર્વ બેંકે તેના તરફથી સંભવિત છેતરપિંડીની પ્રવૃત્તિઓ માટે ચેતવણીઓ જારી કરી છે અને સામાન્ય લોકોને જાણ કરી છે કે તેઓએ ક્યારેય અવાંછિત ફોન અથવા કૉલ્સથી કે ઇમેલથીસંપર્ક કરતા નથી. અથવા અન્ય કોઈપણ પ્રકારની અંગત માહિતી પણ કેન્દ્રીય બેંક દ્વારા માંગવામાં આવતી નથી.

સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લોકોને 4 કરોડ 75 લાખ રૂપિયા આપી રહી છે. આ રકમ મેળવવા માટે તમારે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન ફી માટે 12,500 રૂપિયા જમા કરાવવા પડશે. આ રકમ જમા થશે એટલે RBI સીધી તમારા એકાઉન્ટમાં રકમ જમા કરાવશે.

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB) ફેક્ટ ચેક દ્રારા આવી પોસ્ટની પુરી તપાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ KOO પર એક પોસ્ટ કરીને જાણકારી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ મેસેજ ફેક છે. RBIએ આવો કોઇ નિર્ણય લીધો નથી અને સેન્ટ્રલ બેંક વ્યકિતગત જાણકારી માટે પણ કયારેય ઇમેલ મોકલતી નથી.

સાયબર ક્રાઇમ કરનારા લોકો RBIના નામે ખટો મેસેજ મેસેજ મોકલે છે. ફ્રોડ કરનારા પહેલાં લોકો પાસેથી નાની રકમની માંગણી કરે છે, પછી મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે કહે છે અને લોકો આવી છેતરપિંડીના શિકાર બની જાય છે.

PIBએ ગ્રાહકોને કહ્યું છ કે કોઇ પણ પ્રકારની ઓફરમાં ફસાતા પહેલા તમારે RBIની સત્તાવાર વેબસાઇટ WWW.rbi.org.in પર જઇને પુરી જાણકારી મેળવી લેવી જોઇએ.

PIBએ કહ્યું છે કે RBI, બેંક અથવા કોઇ સરકારી સંગઠનના નામે લોટરી, ટેક્સ રિફંડની ઓફર આવે તો તરત સાવધાન થઇ જજો. જો તમે સાયબર ફ્રોડના શિકાર બન્યા છો તો તરત 1930 ડાયલ કરીને અથવા WWW.cybercrime.gov.in પર ફરિયાદ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp