નોટ પર મહાત્મા ગાંધીનો ફોટો ક્યાંથી આવ્યો, શું તમે જાણો છો?

PC: pexels.com

મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી કે પછી બાપુ કોઈ પણ નામથી બોલાવીએ પરંતુ આઝાદીની ઉજવણીમાં મહાત્મા ગાંધીને જરૂર યાદ કરવામાં આવે છે. મહાત્મા ગાંધીના ફોટોને ભારતીય ચલણી નોટ પર ટ્રેડમાર્કના રૂપે ઉપયોગ કરવામાં આવે છે. હંમેશાંથી એ વાત થતી રહી કે નોટ પર બીજા ક્રાંતિકારીઓના પણ ફોટો હોવા જોઈએ પરંતુ સરકાર અને RBIએ ગાંધીજીના ફોટોને ક્યારેય હટાવ્યો નહીં. આજે અમે તમને નોટ પર લેવામાં આવતા મહાત્મા ગાંધીજીના ફોટો સાથે જોડાયેલી કેટલીક માહિતી આપીશું.

ભારતીય કરન્સી પર હાલ ગાંધીજીનો ફોટો અંકિત છે. આ આપણી કરન્સીનો ટ્રેડમાર્ક પણ છે. પરંતુ સવાલ એ થાય કે આ ફોટો ક્યાંથી આવ્યો. આ ફોટો કોઈ પૉર્ટ્રેટ ફોટો નથી. આ ફોટો એ સમયે લીધો હતો જ્યારે ગાંધીજીએ બર્મા અને ભારતમાં બ્રિટિશ સેક્રેટરીના રૂપે કામ કરતા ફ્રેડરિક પેથિક લોરેંસ સાથે કોલકત્તામાં આવેલા વાયસરોય હાઉસમાં મુલાકાત કરી હતી. આ ફોટોમાંથી ગાંધીજીના ચહેરાને પૉર્ટ્રેટના રૂપે ભારતીય નોટ પર છાપવામાં આવ્યો હતો.

આજે આપણે ચલણી નોટ પર ગાંધીજીનો ફોટો જોઈએ છીએ પરંતુ આ પહેલા ચલણી નોટ પર અશોક સ્તંભનો ફોટો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા 1996મા નોટમાં બદલાવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. તે મુજબ અશોક સ્તંભની જગ્યાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો અને અશોક સ્તંભના ફોટાને નોટની ડાબી બાજુ નીચેના ભાગ પર રાખવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 1987મા પહેલી વાર 500ની નોટ ચલણમાં આવી તો તેમાં ગાંધીજીનો વોટરમાર્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ 1996 પછી દરેક નોટમાં ગાંધીજીનો ફોટો હતો.

કરન્સી ઓફ ઓર્ડિનન્સના નિયમ અનુસાર એક રૂપિયાની નોટ ભારત સરકાર અને બાકીની નોટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે. આ પહેલા કિંગ જ્યોર્જનો ફોટો ચલણી નોટ પર છાપવામાં આવતો હતો. 1957 સુધી ભારતીય 1 રૂપિયો 16 આના ગણાતો રહ્યો. ત્યારબાદ નાણાની દશાંશ પદ્ધતિ અપનાવવામાં આવી અને એક રૂપિયાનું નિર્માણ 100 પૈસામાં કરવામાં આવ્યું. મહાત્મા ગાંધીના ફોટોવાળી ચલણી નોટની શરૂઆત 1996થી થઈ હતી જે અત્યાર સુધી ચલણમાં છે.

પાંચ રૂપિયાના નોટના આગળના ભાગમાં અશોક સ્તંભ અને પાછળના ભાગમાં ટ્રેકટર સાથે ખેતરમાં કામ કરતા ખેડૂતોનો ફોટો છે.

દસ રૂપિયાની નોટના આગળના ભાગમાં મહાત્મા ગાંધી અને અશોક સ્તંભ અને પાછળના ભાગમાં ગેન્ડા, હાથી અને વાઘનો ફોટો છે.

વીસ રૂપિયાના નોટના આગળના ભાગમાં અશોક સ્તંભ અને પાછળના ભાગમાં તાડના વૃક્ષોનો ફોટો છે.

પચાસ રૂપિયાના નોટના આગળના ભાગમાં મહાત્મા ગાંધી તેમજ અશોક સ્તંભ અને પાછળના ભાગમાં ભારતના પાર્લામેન્ટનો ફોટો છે.

સો રૂપિયાના નોટના આગળના ભાગમાં મહાત્મા ગાંધી અને અશોક સ્તંભ તેમજ પાછળના ભાગમાં હિમાલયનો ફોટો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp