ઈઝરાયલથી કેટલાં પક્ષી આવે છે ગુજરાતમાં?

PC: Haaretz.com

ઈઝરાયલના વડાપ્રધાન ગુજરાત આવીને ગયા પણ તેમના દેશના પક્ષીઓ કેટલાં આવે છે તે અંગે હવે જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પક્ષીઓની ગણતરી આજથી શરૂ કરી દેવામાં આવી છે. અહીં દર શિયાળે ઈરાક, અફઘાનિસ્તાન, રશિયા, સાયબેરીયા, યુરોપથી પક્ષીઓ આવે છે. જેમાં ગાજ હંસ, ચમચો, કુંજ, ચાતક, રાખોડી, પેલીકન કુંજ, જકાના, કાળી કોશી, કાળી કાંકણસાર, કાળો જલમાંગર, મોટી વાબગલી, કલકલીયો, નાનો હંજ, મોટો કજીયો, સફેદ કાકણસાર જેવા 308 જેટલી જાતના પક્ષીઓ આવે છે. 2017માં થયેલી ગણતરી પ્રમાણે અહીં 28 હજાર પક્ષી આવ્યા હતા.

આજે તેની પ્રાથમિક બાબતોથી ગણતરીનો પ્રારંભ થયો છે. 20મીથી તેનો વિધિવત પ્રારંભ થશે. 21મીએ વાસ્તવિક ગણતરી શરૂ થશે. જામનગર નજીકના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં ખીજગીયા ગામ, સચાણા, જામનગર શહેર, ધુંવાવ ગામની હદમાં આવેલાં 12 કિ.મી.ની આ અભયારણ્યમાં 16 ટીમ ગણતરી કરશે. તેમ વન વિભાગે જાહેર કર્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.