કોંગ્રેસ નબળી થઈ તો ત્રીજી શક્તિ બની રહી છે પાર્ટીઓ, AAP-AIMIM અને TMCને મજા

PC: khabarchhe.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી (AAP)એ પણ પૂરી તાકત લગાવી દીધી છે. તેની સાથે જ ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પણ તાલ ઠોકી રહી છે. એવામાં એવી બહેસ તેજ થઇ ગઇ છે કે, શું દેશમાં નવો રાજકીય વિકલ્પ ઊભરી રહ્યો છે અને શું આ પાર્ટીઓ ત્રીજી શક્તિ તરીકે ઉદય થઇ રહી છે. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસનો જનાધાર ધીરે ધીરે ઓછો થઇ રહ્યો છે. પાર્ટીની માત્ર છત્તીસગઢ અને રાજસ્થાનમાં સરકાર બચી છે.

તો થોડા વર્ષોમાં આમ આદમી પાર્ટી અને અસઉદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના વિસ્તારમાં તેજી આવી છે. આમ આદમી પાર્ટીએ પંજાબમાં કોંગ્રેસને હરાવીને જીત હાંસલ કરી છે. તો AIMIMએ બિહારમાં મહાગઠબંધનને ઠેસ પહોંચાડી છે. થોડા વર્ષો અગાઉ બહુજન સમાજ પાર્ટી (BSP)એ ઝડપથી વિસ્તાર કર્યો હતો. વર્ષ 2022માં ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોમાં થયેલી ચૂંટણીમાં BSPએ ત્રણ રાજ્યોમાં માત્ર 4 સીટ હાંસલ કરી શકી અને જનધાર બચાવી રાખવામાં નિષ્ફળ રહી.

બીજી તરફ આમ આદમી પાર્ટીએ ઝડપથી જનાધાર વધાર્યો. પાર્ટીની દિલ્હી અને પંજાબમાં સરકાર છે, તો ગુજરાતમાં સંપૂર્ણ તાકતથી લડી રહી છે. એવામાં કોંગ્રેસને ડર છે કે ક્યાંક આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષી પાર્ટી ન બની જાય. જ્યાં પણ ત્રીજી શક્તિ ઊભરી છે, કોંગ્રેસની સત્તામાં વાપસી થઇ નથી. અસદુદ્દીન ઓવૈસી પણ ગુજરાતમાં ચૂંટણી પૂરી તાકત સાથે પ્રચાર કરી રહ્યા છે. ઓવૈસીની પાર્ટી AIMIM જીત હાંસલ કરે છે કે નહીં, પરંતુ બીજી પાર્ટીઓનું ગણિત બગાડી શકે છે. બિહાર ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ 5 સીટો જીતી હતી.

તો આ પાર્ટીએ લગભગ એક ડઝન સીટ પર RJD અને કોંગ્રેસનું ગણિત બગાડી દીધું હતું. તૃણમૂલ કોંગ્રેસ પણ બંગાળ બહાર જનધાર વધારવામાં લાગી છે. જો કે, તેને આમ આદમી પાર્ટી અને AIMIM જેવી સફળતા મળી નથી. તૃણમૂલનું સંપૂર્ણ ફોકસ પૂર્વોત્તર પર છે. પાર્ટીને ગોવા ચૂંટણીમાં ખાસ સફળતા મળી નથી. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસે, કોંગ્રેસના ઘણા નેતાઓને તોડીને પોતાની પાર્ટીમાં જરૂર સામેલ જરૂર કર્યા છે.

સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝના પ્રોફેસર ડૉ. સંજય કુમારે જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી પાર્ટીઓ ઝડપથી ઊભરી છે. વિધાનસભાની ચૂંટણી પર પણ આ પાર્ટીઓ અસર નાખી રહી છે. જનતાના નજરિયાથી જોવા પર લાગે છે કે આમ આદમી પાર્ટી વિકલ્પ તરીકે ઊભરી શકે છે. જો કે, વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં એમ થતા નજરે પડી રહ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp