26th January selfie contest

કોરોનામાં સમય કરતા પહેલા આ દવા લેવી જીવલેણ, AIIMS નિર્દેશકે આપી ચેતવણી

PC: timesofindia.indiatimes.com

કોરોના વાયરસની બીજી લહેરે આખા દેશને હચમચાવી મુક્યો છે. હોસ્પિટલોમાં આઈસીયુ બેડ, ઓક્સિજન અને દવાઓની અછતના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. તેવામાં ડૉક્ટર્સ લોકોને સેલ્ફ આઈસોલેશનમાં રહીને જ પોતાની સારવાર કરવાની સલાહ આપી રહ્યા છે. પરંતુ કેટલાંક લોકો જલ્દી રિકવરીના ચક્કરમાં દવાઓ અથવા સ્ટીરોઈડનો ઓવરડોઝ લઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આવું કરવું દર્દી માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

નવી દિલ્હી સ્થિત એઈમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરીયાનું કહેવું છે કે, સિસ્ટમેટીક સ્ટીરોઈડથી દર્દીઓને નુકસાન પહોંચી શકે છે. ખાસ કરીને જ્યારે તેનો ઉપયોગ બીમારીની શરૂઆતના સ્ટેજમાં કરવામાં આવે છે. તેનાથી ફેફસા પર ખરાબ અસર પડી શકે છે. તેમણે કોવિડ ઈન્ફેક્શન દરમિયાન દવાઓના દુરુપયોગને લઈને કડક ચેતવણી જાહેર કરી છે.

ડૉ. ગુલેરીયાએ કહ્યું છે કે, લોકોને લાગે છે કે રેમડેસિવિર અને તમામ રીતના સ્ટીરોઈડ મદદ કરશે. પરંતુ લોકોને એ ખબર નથી કે તેની જરૂરિયાત હંમેશાં નથી હોતી. આ રીતની દવા અથવા સ્ટીરોઈડ માત્ર ડૉક્ટર્સની સલાહ પ્રમાણે જ લઈ શકાય છે. તેમણે વધુમાં કહ્યું છે કે, કોવિડ-19ના બે સ્ટેજ હોય છે. જ્યારે શરીરમાં વાયરસ ફેલાવવાને કારણે તાવ અથવા કન્જેશનની સમસ્યા થાય છે. ઘણી વખત જ્યારે વાયરસ ફેફસામાં ફેલાવા લાગે છે અને ઓક્સિજન લેવલ અચાનક ઘટવા લાગે છે તો એન્ટી વાયરલ ડ્રગ્સ આપાવમાં આવે છે.

જ્યારે બીજો સ્ટેજ ત્યારે આવે છે જ્યારે સંક્રમિત વ્યક્તિની ઈમ્યુન સિસ્ટમ કામ કરવાનું બંધ કરી દે છે અને બોડીમાં ઈન્ફ્લેમેટરી રિએક્શન વધવા લાગે છે. આ જ તે સમય હોય છે, જ્યારે દર્દીના શરીરને સ્ટીરોઈડની જરૂર હોય છે. જો આ શરૂઆતના સ્ટેજમાં જ આપવામાં આવે તો શરીરમાં વાયરલ રેપ્લીકેશનને વધારો મળી શકે છે. મતલબ શરીરમાં વાયરસ ઘણી ઝડપથી પોતાની સંખ્યા વધારી શકે છે.

કોરોના સંક્રમણ થવા પર લોકો તરત સીટી સ્કેન કરાવે છે, જેનાથી તેની કિંમતમાં પણ ઘણો વધારો થયો છે. આ અંગે ડૉ. ગુલેરીયાનું કહેવું છે કે કોવિડની શરૂઆતમાં સીટી સ્કેન કરાવવાનો કોઈ ફાયદો નથી થતો. તેમણે કહ્યું કે. એક સીટી સ્કેનમાં 300 એક્સ-રે બરાબર રેડિએશન હોય છે. તેનાથી કેન્સરનું જોખમ વધી જાય છે. ચેસ્ટ એક્સ-રે પછી જરૂર પડે તો જ ડૉક્ટર સચોટ પરામર્શ આપી શકે છે કે સીટી સ્કેન કરાવવાની જરૂર છે કે નહીં. તેમણે કહ્યું છે કે બાયો માર્કર્સ એટલે કે લોહીની તપાસ પણ તમારા મનથી કરાવવી જોઈએ નહીં. જાતે પોતાના ડૉક્ટર ના બનો. ઘણા લોકો દર ત્રણ મહિના પછી સીટી સ્કેન કરાવતા હોય છે જે ખોટી વાત છે.

બાળકો અને 18થી ઓછી ઉંમરના લોકોમાં કોરોના ઝડપથી વધતો જોઈને કેન્દ્ર સરકારે કોવિડ-19 મેનેજમેન્ટ પર પણ ગાઈડલાઈન જાહેર કરી છે. ડૉ. ગુલેરીયાએ કહ્યું છે કે, ઝડપથી વધી રહેલા કેસો પર લગામ કસવી જરૂરી છે, પરંતુ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક સીમા સુધી જ કામ કરી શકે છે. આથી મહામારીનો પ્રભાવ ઓછો કરવા માટે લોકોને વાયરસની ચેન તોડવાની અપીલ કરવામાં આવી રહી છે.

વાયરસની ચેન તોડવા માટે તમે માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને માસ્ક ગિફ્ટ કરી શકો છો અથવા તેમને ભીડમાં જતા રોકી શકો છો. મહામારી સામે લડવા માટે એક ખાસ મેનેજમેન્ટની જરૂરત છે. તેવામાં ડૉક્ટર્સને સ્પેશિયલ ટ્રેનિંગ આપવાની પણ આવશ્યકતા છે. જણાવી દઈએ કે, કોરોનાના ઝડપથી વધતા કેસોની વચ્ચે કેન્દ્ર સરકારે વેક્સીનના ત્રીજા ચરણની પણ શરૂઆત કરી દીધી છે, જેમાં 18 વર્ષથી ઉપરની ઉંમરના તમામ લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે. રાજધાની દિલ્હી અને માયાનગરી મુંબઈ સહિત મોટા શહેરોમાં બીમારીનું ભયંકર રૂપ જોવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp