ઓમાન સુલતાને ઇદના અવસર પર ભારતના 17 કેદીઓને આપી શાહી માફી

PC: zeenews.com

ઓમાનના સુલતાન કબુસે તેમના દેશમાં સજા ભોગવી રહેલા 17 ભારતીય કેદીઓને ઇદના અવસર પર ‘શાહી માફી’ આપી છે. વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરીને કહ્યું કે, અમે ઇદ-ઉલ-ફિત્રના આ પવિત્ર અવસર પર દેખાડવામાં આવેલી માનનીય સુલ્તાન કબુસના રહેમની પ્રશંસા કરીએ છીએ.

ઓમાનમાં ભારતીય દુતાવાસે કહ્યું કે સુલતાન કબુસે ઓમાનમાં સજા ભોગવી રહેલા 17 ભારતીયોને ઇદના અવસર પર `શાહી માફી’ આપી છે.

દુતાવાસે ટ્વીટ કરીને કહ્યું કે, ભારત સરકાર એક મિત્ર દેશ દ્વારા દેખાડવામાં આવેલી આ કરૂણાની ભાવનાની પ્રશંસા કરે છે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે દુનિયાભરમાં ઇદ મનાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ઓમાનમાં ઘણાં ભારતીય શ્રમિકો રોજગાર માટે જાય છે પરંતુ ત્યાનાં કાયદાઓથી વધારે માહિતગાર ન હોવાથી કેટલાક અજાણતામાં ગુના કરી બેસતાં હોય છે. ઓમાન સમ્રાટ દ્વારા એવાં જ 17 લોકોની પસંદગી કરવામાં આવી છે જેમના દ્વારા અજાણતામાં જ ગુના થયાં હોય છે. ઓમાનમાં દેશભરમાંથી હજારો લોકો ઓમાનમાં ઓઇલ કંપનીઓમાં કામ કરવા માટે જતાં હોય છે. ઉપરાંત આ અમીર ખાડી દેશમાં કેરળમાંથી પણ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કામ કરવા માટે નર્સ અને કમ્પાઉન્ડરની જોબ માટે યુવકો અને યુવતીઓ જતી હોય છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ દ્વારા પણ ભારતીય કેદીઓને છોડવાની જાહેરાત કરવામાં આવી હતી. એ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમના કહેવા પર ક્રાઉન પ્રિન્સ દ્વારા ભારતીય કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp