ભારતીય રેલવેએ PNRને લગતી આ સમસ્યાનો ઉકેલ લાવવા કર્યા ધરખમ ફેરફારો

PC: ddnews.gov.in

ભારતીય રેલવે એક એપ્રિલથી યાત્રીઓને નવી સુવિઘા આપવા જઇ રહ્યુ છે. એરલાઇન્સની જેમ રેલવે પણ એક જ યાત્રા દરમિયાન એક પછી બીજી ટ્રેનમાં પ્રવાસ કરવાની સ્થિતમાં હવે સંયુક્ત પેસેન્જર નેમ રેકોર્ડ (PNR) બહાર પાડશે. આ નિયમ હેઠળ યાત્રીઓને પહેલી ટ્રેન લેટ હોવાની સ્થિતિમાં આગળની ટ્રેન છૂટી જવા પર કોઇ ચાર્જ લીધા વિના યાત્રાને રદ કરવાની પરવાનગી મળશે. આ નિયમ બધા ક્લાસ પર લાગુ કરવામાં આવશે.

જ્યારે તમે કોઇ ટિકીટ બુક કરાવો છો ક્યારે તમને એક PNR નંબર મળે છે જે તમારો યુનિક ID  છે. PNRમાં તમને ટ્રેન અને બેઠક વિશેની જાણકારી મળતી હોય છે. જો તમે બે ટ્રેન બુક કરાવી હોય તો તમારા નામે બે PNR જનરેટ થશે. હાલમાં ભારતીય રેલવેએ પોતાના નિયમોમાં ફેરફાર કરીને 2 PNRને લિંક કરવું સરળ બનાવ્યું છે. જો તમે ઓનલાઇન ટિકીટ બુક કરાવી હોય તો પણ આ સેવા મળી રહેશે. આવું કરવા પર પેસેન્જરને પહેલાની સરખામણીમાં સરળતાથી રિફંડ મળી રહેશે.

રિફંડ માટે શરતો

  • તેના માટે જરૂરી છે કે બંને ટિકીટમાં પેસેન્જરની ડિટેલ એક જેવી હોવી જરૂરી છે
  • આ નિયમ બધા લોકોને માન્ય હશે
  • જે સ્ટેશન પર પહેલી ટ્રેન પહોંચે છે અને જે સ્ટેશન પરથી બીજી ટ્રેન પકડવાની હશે એક બંને સ્ટેશન એક જ હોવા જરૂરી છે,
  • જો કોઇ સ્ટેશન પર રિફંડ ન મળે તો તમારા દ્વારા ભરાયેલા TDR ત્રણ દિવસ સુઘી માન્ય ગણાશે. તમને રિફંડના પૂરાં પૈસા CCM અથવા રિફંડ ઓફિસ પરથી મળશે
  • જો તમે કાઉન્ટર પરથી ટિકીટ બુક કરી છે તો પહેલી ટ્રેન આવવાના રિયલ ટાઇમથી 3 કલાકની અંદર તમે ટ્રેનને કેન્સલ કરી શકો છો. રિફંડના પૈસા કાઉન્ટર પરથી મળી જશે
  • જો તમે ઓનલાઇન ટિકીટ બુક કરી હોય તો જે સ્ટેશન પર પહેલી ટ્રેન પહોંચી છે અને જે સ્ટેશન પર બીજી ટ્રેન પકડવાની છે તે સ્ટેશન પર TDR ભરવું પડશે.
  • તમને એ સમયે જ રિફંડ મળશે જ્યારે TDRમાં મુખ્ય ટ્રેન લેટ હોવાને કારણે બીજી ટ્રેન છૂટવાનું કારણ બતાવશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp