ચંદ્રયાન-2ની તૈયારી કરી રહેલા વૈજ્ઞાનિકોને મોદી સરકાર તરફથી મળ્યો મોટો ઝટકો

PC: wordpress.com

એક બાજુ ISROના વૈજ્ઞાનિકો ચંદ્રયાન-2 ના લોન્ચિંગમાં હાલ વ્યસ્ત છે, દેશનું નામ ઊંચુ લાવવાં માટે તેઓ દિવસ રાત મહેનત કરી રહ્યા છે. તે જ સમયે, કેન્દ્ર સરકારે ISROના વૈજ્ઞાનિકોનો પગાર કાપવાનું શરૂ કર્યું છે. સરકાર 12 મી જૂનના રોજ બહાર પાડેલા ઓર્ડરમાં જણાવ્યું હતું કે, ISROના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને વર્ષ 1996 થી બે વધારાના પગાર વૃદ્ધિના રૂપમાં મળતાં પ્રોત્સાહન અનુદાન બંધ કરવામાં આવી રહ્યા છે.

આ આદેશમાં એવું કહેવામાં આવ્યું છે કે આ પ્રોત્સાહન અનુદાન 1 જુલાઈ 2019 થી બંધ કરવામાં આવશે. આ આદેશ પછી, D,E,F અને Gના વૈજ્ઞાનિકો હવે આ પ્રોત્સાહન રકમ મળશે નહીં. ISROમાં આશરે 16 હજાર વૈજ્ઞાનિકો અને ઇજનેરો છે. પરંતુ આ સરકારી હુકમથી, આશરે 85 થી 90 ટકા ISRO વૈજ્ઞાનિકો અને ઇજનેરોના વેતનમાં 8 થી 10 હજાર રૂપિયાનું નુકસાન થશે. કારણ કે, મોટાભાગના વૈજ્ઞાનિકો આ જ વર્ગોમાં આવે છે. ISROના કર્મચારીઓએ આને લઇને નારાજગી વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રોત્સાહનની રકમ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા માટે, વર્ષ 1996થી આપવામાં આવી રહી હતી. ISRO પ્રત્યે તેમની ઝંખના વધારવા અને સંસ્થા છોડે નહીં તે માટે આ પ્રોત્સાહન રાશિ તેમને મળતી હતી.

અત્યાર સુધી ISRO તેના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન અને PRIS યોજના સુવિધા બંને પ્રદાન કરી રહ્યું છે. પરંતુ હવે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે આ પ્રોત્સાહન 1 જુલાઇથી બંધ કરવામાં આવશે કારણ કે વધારાના વેતનને રોકવામાં આવશે.

ISROમાં કોઈપણ વૈજ્ઞાનિકની ભરતી C વર્ગમાંથી શરૂ થાય છે. આ પછી, તેઓ D,E,F અને G વધુ વર્ગોમાં પ્રમોટ કરવામાં આવે છે. દરેક કેટેગરીમાં પ્રમોશન પહેલાં એક પરીક્ષણ હોય છે; જે વ્યક્તિ તેને પસાર કરે છે તે આ પ્રોત્સાહન ગ્રાન્ટ મેળવે છે. પરંતુ હવે જ્યારે ઓગસ્ટમાં જુલાઈનો પગાર આવશે, વૈજ્ઞાનિકોને તેમાં ઘટાડો જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp