KBCમા સોની ટીવીએ કરી મોટી ભૂલ, માગવી પડી માફી

PC: livehindustan.com

અમિતાભ બચ્ચનનો ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ સમાચારોમાં આવ્યો છે. આનું કારણ શોમાં પૂછવામાં આવેલ એક સવાલ છે, જેના કારણે લોકો આ શો બંધ કરવાની માગણી કરી રહ્યા છે. તાજેતરના એક એપિસોડમાં અમિતાભ બચ્ચને મોગલ બાદશાહ ઔરંગઝેબ પર સવાલ કર્યો હતો.

સવાલ એ હતો કે આમાંના કયા શાસક મુઘલ સમ્રાટ ઔરંગઝેબના સમકાલીન હતા? તેના વિકલ્પો હતા - મહારાણા પ્રતાપ, રાણા સાંગા, મહારાજા રણજીત સિંહ અને શિવાજી. શોમાં છત્રપતિ શિવાજી મહારાજના નામનો ઉલ્લેખ ફક્ત શિવાજના નામ પર જ કરવામાં આવ્યો હતો. આથી લોકો ગુસ્સે છે. લોકો માને છે કે આ શોમાં મહાન છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરવામાં આવ્યું છે અને અન્ય રાજાઓની તુલનામાં તેમનું કદ ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

લોકો સોશિયલ મીડિયા પર આ શોના બહિષ્કાર કરવાની માગ કરી રહ્યા છે. લોકો સોની ટીવી પાસેથી માફીની માગણી પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું મુગલ હુમલાખોરને 'સમ્રાટ' અને છત્રપતિ શિવાજી મહારાજ માટે ફક્ત શિવજીને, આ કેવી રીતે? ખૂબ નિરાશાજનક પગલું છે. એક અન્ય વપરાશકર્તાએ લખ્યું, કેબીસીએ લીધેલું નિરાશાજનક પગલું. આ લોકો ક્રૂર શાસકને સમ્રાટ કહી રહ્યા છે અને દેશ માટે લડનારા મહાન રાજા માટે માત્ર શિવાજી. છત્રપતિ શિવાજી માટે કોઇ સન્માન નથી. આ શરમજનક છે.

એક યુઝરે લખ્યું - શું છત્રપતિ શિવાજી મહારાજનું નામ આદર સાથે ન લેવું યોગ્ય છે? તમારી જાતને પૂછો કે બહાદુર યોદ્ધાનું અપમાન કરવું કેટલું શરમજનક છે. આપણે સૂતા રહીએ છીએ અને આ પ્રકારના વાક્યો વધતા રહે છે. જાગો હિન્દુ જાગો ફોર હિંદુ ધર્મ, હિન્દુ રાષ્ટ્ર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp