26th January selfie contest

લગ્ન માટે છોકરો જોવા ગયેલા, પાછા ફરતી વખતે અકસ્માત, 7 લોકોએ જીવ ગુમાવ્યો

PC: zeenews.com

નેશનલ હાઈવે પર થતા અકસ્માતની ઘટનામાં પૂર્ણવિરામ લાગ્યું નથી. બિહાર રાજ્યના કટિહારમાં નેશનલ હાઈવે 31 પર એક જીવલેણ અકસ્માત થયો છે. જેમાં 7 વ્યક્તિનાં મોત નીપજ્યા છે. જ્યારે 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. ઈજાગ્રસ્ત વ્યક્તિઓની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પુરપાટા વેગથી આવી રહેલી સ્કોર્પિયો કાર હાઈવે પર સાઈડમાં ઊભેલા ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો હતો.

 

સ્કોર્પિયો અને ટ્રકની ટક્કરમાં સ્કોર્પિયો કારનો કુડચો બોલી ગયો છે. આગળના બંને ટાયર, બોનેટ, દરવાજા અને સ્ટેરિંગ સહિતની વસ્તુઓનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તસવીર પરથી કહી શકાય કે, અકસ્માત કેટલો ગમખ્વાર હતો અને કાર કેટલી સ્પીડથી આવી રહી હશે એ કલ્પી શકાય છે. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત છ વ્યક્તિઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. એવું પણ જાણવા મળ્યું હતું કે, વધુ પડતા ધુમ્મસને કારણે આ અકસ્માત થયો છે. ધુમ્મસને કારણે રસ્તા પરનું કંઈ દેખાતું ન હતું.

રીપોર્ટમાંથી જાણવા મળ્યું હતું કે, સ્કોર્પિયો કાર કટિહારથી સમસ્તીપુરના રોસડા તરફ જઈ રહી હતી. એ દરમિયાન કોસી પુલ હાઈવે પર સ્કોર્પિયો કાર ટ્રક સાથે અથડાઈ હતી. આ વિસ્તાર કુરસેલા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. અકસ્માતને પગલે દોડધામ મચી ગઈ હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર હેતું હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે મૃતકોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે રવાના કર્યા હતા. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, સ્કોર્પિયો કારમાં બેઠેલા લોકો સગપણનું કામ કરીને પરત ફરી રહ્યા હતા.

એ સમયે ડ્રાઈવરે કાર પરનો કાબુ ગુમાવતા કાર ટ્રક સાથ અથડાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ તમામ લોકો રોસડાનાન ફુલવરિયાથી આવ્યા હતા. પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો છે. જેમાં સાત વ્યક્તિઓના મોત નીપજ્યા છે. તમામ મૃતકો જુદા જુદા પરિવારમાંથી છે. મૃતકોના પરિજનોએ કહ્યું કે,સ્કોર્પિયો કાર ઊભેલા ટ્રક સાથે ભટકાઈ હતી. જેના કારણે ઘટના જીવલેણ બની છે. વહેલી સવારના પાંચ વાગ્યા આસપાસ આ ઘટના બની હતી. આ પહેલા આ જ નેશનલ હાઈવે 31 પર રીક્ષામાં બેઠેલા 6 જાનૈયાઓનું અકસ્માતમાં મોત થયું હતું. નેશનલ હાઈવે 31 ઉત્તર પ્રદેશના ઉન્નાવથી શરૂ થાય છે અને વાયા બિહાર થઈ કટિહાર પાસેથી પસાર થઈને પશ્ચિમ બંગાળના મલદા જિલ્લાના સમસી ગામથી થઈને નેશનલ હાઈવે 10 સાથે જોડાઈ છે.

આ ઘટના પર બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે પણ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આ એક દુઃખદ ઘટના છે. ઈજાગ્રસ્ત ઝડપથી સ્વસ્થ થાય એ માટે હું પ્રાર્થના કરૂ છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને કહ્યું કે, બિહારના કટિહારમાં થયેલા એક માર્ગ અકસ્માતમાં કેટલાક લોકો મૃત્યું પામ્યા હોવાની જાણકારી મળી છે. એ તમામ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરૂ છું. જે ઈજાગ્રસ્ત થયા છે પણ ઝડપથી સ્વસ્થ થાય એ માટે પ્રાર્થના કરૂ છું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp