કેન્દ્રીય રાજ્યમંત્રીને મતદાન માટે સાડા ત્રણ કલાક લાઇનમાં ઉભા રહેવું પડ્યું

PC: twitter.com/arjunrammeghwal

રાજસ્થાનમાં 199 વિધાનસભા સીટો માટે આજે વોટિંગ ચાલી રહ્યું છે. રાજ્યમાં ઘણી જગ્યાએ EVM ખરાબીની ફરિયાદ સામે આવી હતી. EVM ખરાબીથી થનારી પરેશાનીથી સામાન્ય મતદાતાની સાથે કેન્દ્ર સરકારના મંત્રી પણ પરેશાન થઇ ગયા હતા. BJPના વરિષ્ઠ નેતા અને મંત્રી અર્જૂન રામ મેઘવાલને EVMની ખરાબીને કારણે સાડા ત્રણ કલાક સુધી લાઇનમાં ઉભા રહેવું પડ્યું હતું. સવારે 8 કલાકે મતદાન કરવા પહોંચેલા અર્જૂન મેઘવાલને EVM ખરાબીને કારણે 11.30 સુધી લાઇનમાં ઉભા રહેવું પડ્યું હતું.

પોતાની સાદગીપૂર્ણ જીવનશૈલી માટે જાણીતા કેન્દ્રીય જળ સંશાધન અને સંસદીય કાર્ય મામલાના રાજ્યમંત્રી મેઘવાલ સવારે 8 કલાકે બીકાનેર પૂર્વના બૂથ નંબર 172 પર મતદાન કરવા પહોંચ્યા હતા અને મતદાન માટે લાઇનમાં ઉભા રહ્યા હતા, ત્યારે જ EVM ખરાબ થઇ ગયું હતું, જેને બદલવા માટે કલાક વિતી ગયો હતો, જેને કારણે મેઘવાલને 3 કલાકથી વધુ સમય સુધી લાઇનમાં ઉભા રહેવું પડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp